Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

સોમનાથમાં વીજતંત્રની સર્તકતાથી વાવાઝોડામાં જાનમાલનું વધુ નુકશાન થતુ અટકયું

પ્રભાસપાટણ તા.૧૭ : સોમનાથ ખાતે પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર પી.એચ.માવાણી તથા વેરાવળ વિભાગીય કાર્યપાલક ઇજનેર પી.જી.જોષીએ જણાવ્યું કે ભયંકર પવન અને વરસાદને કારણે એચટીના ૭૭ પોલ ડેમેજ થયા છે અને એલટીના ૬૧ પોલ ડેમેજ થયા છે. એચટી ની ૪૬ કીમી અને એલટીની ૨૫ કીમી વીજલાઇનો ડેમેન છે.

૧૨૪ થ્રી ફેસ વીજજોડાણો અને ૧૪૫ સીંગલ ફેસ વિજ જોડાણો ડેમેજ થયા છે અને બાકીનાને સર્વે હજુ ચાલુ છે વીજતંત્રની સજાગતાને લીધે જાનમાલનું નુકશાન થતુ અટકયુ છે.

વીજલાઇનો ઉપર વૃક્ષ તૂટી જઇ પડવાને કારણે પવનના સપાટાઓને કારણે થાય છે આના કારણે ૭ સબડીવીઝનમાં વીજ લાઇન ઉપરના કે નડતરરૂપ ૧૨૦૦ જેટલા અંદાજે વૃક્ષોનો ભાગ કે ડાળીઓ કાપવી પડેલ છે. વાવાઝોડા સમયે અને ત્યારબાદ વીજલાઇન નુકશાન કારણે બંધ થયેલ વીજ ગામ ગામડા પ્રવાહ પુનઃ પ્રસ્થાપિત થાય તે માટે વીજ કંપનીની ૨૨૪ કર્મચારીઓની ૫૦ જેટલી ટીમ કાર્યરત છે.

સોમનાથ પંથકમાં તા.૧૨ મધરાત્રી પછી વાવાઝોડાના સુસવાટા ઝડપી પવન અસર ફુંકાતા જ જૂનાગઢ વીજ વર્તુળ વડા પીએચ માવાણી તેમજ વેરાવળ કાર્યપાલક ઇજનેર પી.જી.જોશીએ કયાંક બે દિવસ કયાંક ૩ દિવસ વીજપુરવઠો સમગ્ર પંથકમાં જાહેરહિતમાં અને પ્રજાના જાનમાલના રક્ષણ માટે બંધ કરી સુંદર પરિણામ મેળવેલ છે કે જેથી કટોકટીના આ ૩ દિવસમાં વિજશોક પ્રવાહની સંભાવના ટળી અને કોઇ જાનમાલ પ્રાણીનું મોત થયેલ નથી. આમ માનવ પશુઓની મહામુલી જીંદગી બચાવી જીરો અકસ્માત મોત અંગે રાજયના પ્રભારીમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ કર્મચારી અધિકારીઓને બિરદાવ્યા હતા.(૪૫.૭)

(11:59 am IST)