Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

જુનાગઢના આયકર અધિકારીના મકાનમાંથી થયેલ રૂ.૨૪.૭૮ લાખની મતાની ચોરી અંગે સઘન તપાસ

ભાવનગર ગયેલા પરિવારનુ તસ્કરો ઘર સાફ કરી ગયા

જુનાગઢ તા.૧૭: જુનાગઢના જોશીપુરામાં આવેલ સુર્યનગર સોસાયટીમાં રહેતા ઇન્કમટેક્ષ વિભાગના ઓફિસ સુપ્રિન્ડેન્ટ હિતેશભાઇ ઠાકર તથા તેમના પત્ની શિક્ષણ ભારતીબેન અને પુત્ર આદર્શ તા.૧૫ના રોજ ભાવનગર ગયા હતા.

ત્યારે તા.૧૬ની સવાર સુધી બંધ મકાનના દરવાજાના નકુચા તોડી તસ્કરો કબાટમાંથી રૂ.૨૮ હજારની રોકડ અને રૂ.૨૪ લાખ ૫૦,૬૦૦ની કિંમતના ૭૯૩ ગ્રામ સોનાના દાગીના મળી કુલ રૂ.૨૪ લાખ ૭૮,૬૦૦ની માલમત્તા ચોરીને તસ્કરો નાસી ગયા હતા.

આ અંગે ગઇકાલે સવારે જાણ થતા ઠાકર પરિવાર હેબલાઇ ગયો હતો અને તાબકતોલ ભાવનગરથી જુનાગઢ આવ્યા હતા.ચોરીની આ ઘટનાના પગલે બીડીવીઝનના પી.આઇ.આર.બી.સોલંકી તેમજ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. આર.કે.ગોહિલ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. અને તુરત જ તપાસ હાથ ધરી દીધી હતી.તપાસનીશ પી.આઇ. આર.બી. સોલંકીએ ડોગ અને એફએસએલની મદદ લઇ તસ્કરો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.

(11:59 am IST)