Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

હળવદમાં ખરીફ કૃષિ મહોત્‍સવનો ફિયાસ્‍કો

ગણ્‍યા ગાંઠયા હાજર રહેલ ખેડુતોએ ચાલુ કાર્યક્રમે જ ચાલતી પકડી

હળવદ તા.૧૭ : ગઇકાલે અહીના માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલ ખરીફ કૃષિ મેળો ફારસરૂપ બનવા પામ્‍યો હતો. રાજય સરકારની સુચના હોવાના લીધે જ કૃષિ મેળો યોજવો પડયો હોય એવુ સ્‍થાનીક તંત્રના આયોજન ઉપરથી સ્‍પષ્‍ટ લાગી રહ્યું હતું. એકંદરે આ કૃષિમેળામાં સ્‍થાનિક તંત્રની આયોજનની ઉણપ જણાતી હતી વિવિધ ખામીઓને લીધે હૃષિ મેળાનો હેતુ સર કરી શકાયો નથી. અને ઉપરથી હાસ્‍યાસ્‍પદ બની રહ્યો હતો જેના માટે આયોજન થયુ હતું તે ખેડુતો સાવ ગણ્‍યા ગાંઠયા જ આવ્‍યા હતા હાજર રહેલા ખેડુતોમાં ચર્ચાતી વિગત મુજબ ખુરશીઓ ખાલી ન દેખાય એ માટે યાર્ડના મજુરો અને આંગણવાડીની બહેનોને પણ બેસાડી દેવામાં આવી હતી છતા પણ ખુરશીઓ ખાલી જણાતી હતી. આ કાર્યક્રમમાં મીડીયાને પણ દુર રખાયા હતા.

થોડા ઘણા આવેલા ખેડુતોને કાર્યક્રમ કંટાળા જનક લાગતા અધવચ્‍ચેથી જ ચાલવા માંડયા હતા ? આ દ્રશ્‍ય જોઇને અમુક મંચસ્‍થ નેતાઓએ પણ ચાલતી પકડી હતી જેથી કાર્યક્રમ ફારસરૂપ બની ગયો હતો ચાલુ કાર્યક્રમે ખેડુતો નિકળી જતા એક નિવૃત્ત અધિકારીએ ખેડુતો ખાલી જમવા જ આવે છે. એવુ કહેતા ખેડુતોમાં ભારે રોષ વ્‍યાપી ગયો હતો.

(11:41 am IST)