Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

કોટડાસાંગાણીના રાજપરા ગામે તુટેલા વિજ વાયરને જોડવામાં તંત્રની ઢિલાશ

પીજીવીસીએલના પાપે ચાર દિવસથી ગામની સ્‍ટ્રીટ ચાલુ

કોટડાસાંગાણી, તા.૧૭: રાજપરા ગામે ચાર દિવસ પુર્વે નવદુર્ગા ગરબી મંડળ પાસેના ચોક નજીક વાવાઝોડાના કારણે ગુરુવારના રોજ વીજ વાયર તુટી પડતા રવજીભાઈ ટપુભાઈ કુમરખાણીયા મોહનભાઈ ટપુભાઈ કુમરખાણીયા ચેતન ગોવીંદભાઈ ઝાપડીયા હરીભાઈ મીઠાભાઈ મેર સહીતનાઓના ઘરનો વીજ પુરવઠો ખોરવાયો હતો અને વીજ વાયર નીચે પડેલો હોવાથી જાનહાનિ શક્‍યતા વધતા  કોટડાસાંગાણી પીજીવીસીએલને જાણ કરી હતી પરંતુ ચાર દિવસ બાદ પણ કોઈપણ કામગીરી કરવામાં નહી આવતા રોષ ભભુકિ ઉઠ્‍યો છે. રવીવાર બપોર સુધીમાં આ વીજ વાયરની કામગીરી કરવામાં ન આવતા પીજીવીસીએલ તંત્રની બેદરકારી સામે આવી છે આ વીજ વાયરના કારણે ચાર દિવસથી સતત ગામની સ્‍ટ્રીટ લાઈટો પણ શરૂ રહેતા ચારથી પાંચ લાઈટ પણ ફેઈલ થઈ છે જેના કારણે પીજીવીસીએલના પાપે પંચાયત ને પણ નુકશાન ભોગવવાનો વારો આવ્‍યો છે. ગામના સરપંચ આગેવાનોની કમ્‍પલેઈનને તંત્ર ઘોળીને પી જતા અનેક સવાલો ઉભા થયા છે. આ મામલે ડેપ્‍યુટી ઈજનેર ડિ પી રાઠોડનો અનેકવાર ટેલિફોનીક સંપર્ક કરતા સવાલ એ થાય કે ક્‍યારેક કોઈ ઈમરજન્‍સી વખતે કોઈ જાનહાની સર્જાઈ તો જવાબદાર કોણ તેવો પશ્ન પણ લોકોએ ઉઠાવ્‍યો હતો.

(11:39 am IST)
  • મોરબીમાં બિલ્ડરની ઓફિસમાં ધુસીને આઠ લાખની લૂંટ કરનાર ચાર આરોપીઓ મહારાષ્ટ્રમાંથી ઝડપાયા access_time 12:17 am IST

  • જામનગર-કચ્છ-ધ્રોલ-દ્વારકા-ઓખામાં બપોરે રII વાગ્યાથી પ૦ કિ.મી. ઝડપે તોફાની પવન : કચ્છમાં પહોંચેલા વાયુ વાવાઝોડાને કારણે જામનગર-ઓખા-દ્વારકા-ધ્રોલ-મીઠાપુર-ખંભાળીયા-કચ્છમાં બપોરે રII વાગ્યાથી પ૦ કિ.મી. ઝડપે તોફાની પવન ફુંકાવાનું શરૃઃ વિજ તંત્રે સંખ્યાબંધ ફીડરો બંધ કર્યાઃ અનેક સ્થળે તાર તૂટી ગયા access_time 4:25 pm IST

  • ટીમ ઈન્ડિયા સ્વરૂપે પાકિસ્તાન ઉપર વધુ એક 'સ્ટ્રાઈક': અને પરિણામ એક સરખું !! 'સુપર્બ પરફોર્મન્સ' માટે પુરી ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદનઃ આ દમદાર વિજયનું પ્રત્યેક ભારતીયને ગૌરવ છે અને વિજયોત્સવ ઉજવી રહેલ છેઃ ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહનું મોડી રાત્રે ટ્વીટ... હજારો લોકોએ માણ્યું - લાઈક કર્યુ - રી-ટ્વીટ કર્યુ...: ઉપરોકત તસ્વીરો પણ અમિતભાઈએ ટ્વીટ કરી છે. access_time 1:43 pm IST