Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

તળાજામાં કપાસ બિયારણના ડીલર પાસેથી શંકાસ્‍પદ જથ્‍થો મળતા વેચાણ અટકાવ્‍યુ

તળાજા , તા.૧૭: તળાજામાં બિયારણનો વ્‍યવસાય કરતા વેરપીઓ ને ત્‍યાં ખેતીવાડી અધિકારીઓની તપાસ અર્થે આવેલી ટીમની તપાસ માં શાક માર્કેટ વિસ્‍તારની એક દુકાનમાં કપાસનું બિયારણ શંકાસ્‍પદ જણાતા જથ્‍થાને સીલ કરી તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્‍યો હોવાનું સતાવાર સાધનો પાસેથી જાણવા મળેલ છે.

વિગતો પ્રમાણે બિયારણ ના સેમ્‍પલ લેવા સીલ કરવા અને હલકી કે ખેૂડતો ને છેતરનાર બિયારણ નથીટેવાત ની ખરાઈ કરવામાટે સરકાર ્‌દવારા ટાર્ગેટ આપવામાં આવેછે. જેના પગલે તળાજા માં ખેતીવાડી અધિકારી ઓ નિટીમ દ્વારા બિયારણ વિક્રેતાઓ ની દુકાન પર જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ ના ભાગરૂપે અહીંના શાકમાર્કેટ વિસ્‍તારમાની એક હોલસેલ અને છૂટક વેચાણ કર્તા મોટા વેપારીને ત્‍યાં શકાસ્‍પદ કપાસ નું બિયારણ જણાતા તેનું સેમ્‍પલ લેવામાં આવેલ હતું.એ સેમ્‍પલ ને લબોરેટરી માં મોકલવામાં આવેલ હોવાનું જણાવ્‍યું હતું. સાથે બિયારણના વેચાણ કરવા.પર રોક લગાવી દેવાનો તપાસકર્તા અધિકારીએ આદેશ આપેલ હોવાનું જાણવા મળેલ છે.

લેબમાંથી ખેડૂતો સાથે છેતરપિંડી થનાર જથથો હોવાનો રિપોર્ટ આવે બાદ માં આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સંબધિત વિભાગના અધિકારીએ જણાવ્‍યું હતું  કે  સેમ્‍પલ કબ્‍જે લઈ કાયદેસરની વિધિ કરવાનો અધિકાર છે.પણ લેબોરેટરી નો ફાઇનલ રિપોર્ટ આવી ગયા બાદ મજબૂત રીતે પુરાવાના આધારે કાયદેસરની કાર્યવાહી કરી શકાય છે.

(11:36 am IST)
  • આજથી ૨૬ જુલાઇ સુધી ચાલનાર સંસદમાં લોકસભા ૩૦ વખત અને રાજયસભા ૨૭ વખત મળશે તેમ જાણવા મળે છે : ૧૭ જૂન આવતીકાલથી ૨૬ જુલાઈ વચ્ચે લોકસભાની ૩૦ બેઠકો અને રાજયસભાની ૨૭ બેઠકો મળશે તેમ જાણવા મળે છે access_time 1:01 pm IST

  • એક જ વર્ષમાં કોર્પોરેશન બેન્‍કે ૬૦૦૦ કરોડની જંગી ખોટ કરી : દેશની અગ્રણી એવી કોર્પોરેશન બેન્‍ક એ છેલ્લા એક વર્ષમાં ૨૩૦૦ કરોડનું વધુ નુકસાન કર્યાનું જાણવા મળે છે. જાહેર થયેલી વિગતો મુજબ ૨૦૧૮-૧૯ ના વર્ષમાં કોર્પોરેશન બેંકે કુલ ૬૩૩૨ કરોડની જંગી ખોટ કરી છે. જે આગલા વર્ષે એટલે કે ૨૦૧૭-૧૮માં ૪૦૫૩ કરોડની હતી તેનાથી ૨૩૦૦ કરોડ જેવી ખોટ આ વર્ષે વધી ગઈ છે. access_time 1:41 pm IST

  • કચ્છના કંડલા બંદર ઉપર ૨ નંબરના સિગ્નલની જગ્યાએ ૩ નંબરનું સિગ્નલ : ભારે પવન ફૂંકાવવાની ચેતવણી access_time 4:26 pm IST