Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

સુરેન્‍દ્રનગરમાં પાણીના ટાંકીમાં ડુબી જતા ભાઇ-બહેનના મોત

રમતા-રમતા પડી જતા દુર્ઘટના : ગોહિલ પરિવારમાં અરેરાટી

વઢવાણ, તા. ૧૭ : સુરેન્‍દ્રનગર જિલ્લા ના ૮૦ ફૂટ ઉપર છેલ્લા દ્યણા સમય થી વિજય ભાઈ ગોહિલ અને તેમનો પરિવાર વસવાટ કરી રહયા છે.ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લા ના વઢવાણ નો ૮૦ ફૂટ રોડ ખૂબ ભરચક અને જાગતો એરીઓ ગણવા માં આવે છે.ત્‍યારે ગઈ કાલે સુરેન્‍દ્રનગર જિલ્લા ના વઢવાણ ના ૮૦ ફૂટ રોડ પર આવેલા રણજિત નગર વિસ્‍તાર માં રહેતા વિજયભાઈ ગોહિલ ના પરિવાર માં અચાનક શોક નું મોજું ફરી વળ્‍યુ હતું.

સુરેન્‍દ્રનગર જિલ્લા ના વઢવાણ ના ૮૦ ફૂટ રોડ ના રણજિત નગર વિસ્‍તાર માં રહેતા વિજયભાઈ ગોહિલ ના મકાન નું થોડા દિવસ પહેલા સમાર કામ શરૂ કરવા માં આવ્‍યુ હતુ. ત્‍યારે ગઈ કાલે સમગ્ર પરિવાર સામે ના મકાન માં હતા અને અનિચનીય દ્યટના પરિવાર માં બનવા પામી હતી.

ગઈ કાલે સાંજ ના સમયે વિજયભાઈ ના પુત્ર નીતિન અને પુત્રી જાગૃતિ રમતા હતા.ત્‍યારે અચાનક રમતા રમતા સામે ના ઘર માં આવેલી પાણી ની ટાક્કી માં બન્ને પડ્‍યા હતા.ત્‍યારે દ્યટના સ્‍થળે જ બન્ને ના સગા ભાઈ બહેન ના મોત નિપજયા હતા.ત્‍યારે નીતિન ની ઉમર ૫ વર્ષ અને જાગૃતિ ની ઉમર ફક્‍ત સાત વર્ષ હતી.ત્‍યારે પરિવાર માં એક સાથે બન્ને બાળકો ના મોત થતા શોક છવાયો છે.

ત્‍યારે પોલીસ દ્યટના સ્‍થળે પહોંચી બન્ને સગા ભાઈ બેન ના મૃતદેહ ટાકા માંથી બાર કાઢી અર્થે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા અનેપોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવા માં આવી છે.

એક જ પરિવાર ના બે સગા ભાઈ બહેન ની અર્થી એક સાથે ઉઠતા પરિવાર અને આજુ બાજુ ના રહેવાસીઓ ગમ ગીન બન્‍યા...

સુરેન્‍દ્રનગર જિલ્લા ના ૮૦ ફૂટ રોડ પાર આવેલ રણજિત નગર માં ગઈ કાલે ગોહિલ પરિવાર દુઃખદ દ્યટના બની પાણી ન ટાક્કા માં પડી જતા બન્ને સગા ભાઈ બેન માં મોત એક સાથે નિપજયા હતા.

ત્‍યારે આજે વહેલી સવારે રણજિત નગર વિસ્‍તાર માંથી આ બન્ને ભાઈ બેન ની અર્થી એક સાથે ઉઠતા પરિવાર માં રોકકળ અને આજુ બાજુ ના રાહેવસીઓ માં શોક ફેલાયો હતો.

(11:21 am IST)