Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

કોડીનાર તાલુકામાં વાવાઝોડા ટાણે આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી

કોડીનાર, તા.૧૭ : તા.૧રના વાયુ વાવાઝોડા સમયે સરકારશ્રી અને આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલારૂપે તાલુકા હેલ્થ ઓફીસ કોડીનાર દ્વારા સમગ્ર તાલુકામાં લોકોના સબંધીની કામગીરી તાલુકા હેલ્થ ઓફીસરશ્રીની સુચના અને માર્ગદર્શન હેઠળ સરાહનીય કામગીરી કરવામાં આવેલ હતી.

તાલુકાના કુલ ૮ ગામોને અસરગ્રસ્ત ગણવામાં આવેલ. તાલુકામાં કુલ ૯ આશ્રય સ્થળો રાખવામાં આવેલ. સ્થળાંતરીત કરેલ લોકોની સંખ્યા ૪૭પ૧, તાલુકામાં કાર્યરત ૧૧ મેડીકલ ટીમ, ર૪ પેરા મેડીકલ ટીમ-સગર્ભાઓ-૭ નિરીક્ષણ હેઠળ, તાલુકાના દરેક ગામમાં એક આરોગ્ય ટીમ, તાલુકા કક્ષાએ હેલ્થ કન્ટ્રોલરૂમ તથા રેપીડ રીસ્પોન્સ ટીમો કાર્યરત કરવામાં આવી હતી.

વાયુ વાવાઝોડા અંતર્ગત તાલકા હેલ્થ ઓફીસ અને આરોગ્ય કર્મ.ઓ દ્વારા તાલુકા આરોગ્ય સબંધી કોઇપણ પ્રકારની હાલાકી ઉભી ન થાય અને આફત સમયે લોકોનું સ્વાસ્થ્ય જળવાય રહે. તેવા ઉમદા આશયથી આરોગ્ય વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

(10:06 am IST)