Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

સોમનાથ મહાદેવ મંદિર પાસે પ્રાચીન વટવૃક્ષ પાસે વટ સાવિત્રીનું પૂજન

 પ્રભાસ પાટણ : શાસ્ત્ર અને પુરાણોમાં પીપળા અને વડલાનો અપાર મહિમા વર્ણવાયો છે. વહેલી સવારથી જ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વટ સાવિત્રીનું વ્રત મનાવેલ. વહેલી સવારથી બહેનો પવિત્ર શણગાર આ વડલે પૂજાપામાં અબીલ ગુલાલ-સુતરની દળી-ફુલચંદન સાથે ઉમટયા હતાં અને અખંડ સૌભાગ્ય પ્રાપ્તિ માટે વડદાદાને સુતરના દોરાની આટી વીટી પૂજા પાઠ કરી અખંડ સૌભાગ્યના આશિર્વાદ મેળવ્યા હતાં. ભૂદેવોએ મંત્રોચ્ચાર અને બહેનોની પ્રાર્થનાથી સમગ્ર સોમનાથ સાનિધ્ય મંગલમય બન્યું હતું. (તસ્વીર-દેવાભાઇ રાઠોડ -પ્રભાસ પાટણ)

(9:47 am IST)