Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

વાયુ વાવાઝોડાની કચ્છના દરિયાકિનારે અસર: માંડવી દરિયામાં કરંટ :પ્રવાસીઓ પર પ્રતિબંધ

માંડવી, નલિયા અને કંડલામાં એનડીઆરએફ ટિમ સ્ટેન્ડ બાય

અમદાવાદ :વાયુ વાવાઝોડાની કચ્છના દરિયા કિનારે અસર જોવા મળી છે. માંડવીનાં દરિયામાં કરંટ જોવા મળ્યો હતો હતો. હાલમાં માંડવી બીચ પર પ્રવાસીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોઈપણ પ્રવાસીઓને માંડવીના દરિયા કિનારે પ્રવેશ આપવામાં આવશે નહી

  વાયુ વાવાઝોડાની શકયતાને પગલે વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. કચ્છમાં ત્રણ એનડીઆરએફ ટીમ તૈનાત કરવામાં આવેલી છે. માંડવી, નલિયા અને કંડલામાં એનડીઆરએફ ટિમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

(6:59 pm IST)