Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

જૂનાગઢ સિવિલ હોસ્પિટલના પાંચમાં માળેથી મહિલા દર્દીએ કર્યોઆત્મહત્યાનો પ્રયાસ:ચોકીદારની સમયસૂચકતાએ જીવ બચાવ્યો

બે દિવસથી મહિલાને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી

> જુનાગઢઃજૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ મહિલાએ પાંચમા માળેથી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે ચોકીદારની સમય સુચકતાના કારણે તેનો જીવ બચી ગયો હતો.
 જાણવા મળ્યા મુજબ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક મહિલાને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. મહિલાએ પાંચમા માળે એડમિટ હતી. તેણે હોસ્પિટલની અગાસી ઉપર ચડી. અગાસી ઉપરથી કૂદકો મારવાની તૈયારી કરી હતી. જોકે, હોસ્પિટલના ચોકીદાર આ મહિલાને જોઈ ગયો હતો. અને અન્ય લોકોને મદદ માટે બોલાવી લીધા હતા. મહિલાને સમજાવીને બે યુવકોએ બચાવી લીધી હતી
  જાણવા મળ્યા મુજબ બે દિવસથી મહિલાને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. સાથે જાણવા મળ્યું હતું કે મહિલાએ આ બીજી વખત આત્મહત્યાનું પગલું ભર્યું છે. આ મહિલા શહેરમાં રહેતા ભદ્ર સમાજની હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. પોલીસે આ અંગે માહિતી આપવાની સ્પષ્ટ ના પાડી હતી
(8:46 pm IST)