Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

સાવરકુંડલામાં જુગાર રમતા ૯ શખ્સો ૬૦ હજારના મુદામાલ સાથે ઝડપાયા

સાવરકુંડલા, તા., ૧પઃ શહેરમાં આવેલ મગીધાશરામાં જુગાર રમતાની બાતમી મળતા ટાઉન પોલીસે રેડ પાડી હતી.

અભિષેક નરેન્દ્રભાઇ રાજપુરા, પ્રતાપભાઇ નારણભાઇ વસંત, સંજયભાઇ નારણભાઇ વસંત, અચિતભાઇ નારણભાઇ વસંત, મહેશભાઇ જસવંતભાઇ રાજા, પંકજભાઇ બાબુભાઇ વેગડા, હર્ષ નીખીલભાઇ ગણાતરા, સુરેશભાઇ બાબુભાઇ કાલાવડીયા, સુરેશભાઇ રામભાઇ ખાતરને રોકડ રકમ  રૂ. ૧પ૬૪૦ તથા ૩ મોબાઇલ કિંમત રૂ.૪પ૦૦૦ સહીત કુલ રૂ. ૬૦૬૪૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી ગુન્હો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૪.૧૦)

 

(3:56 pm IST)