Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

મોરબી નજીક સ્કૂલ વેનમાં આગ લાગી

મોરબી, તા.૧પઃમોરબી રાજકોટ હાઈવે પર અજંતા નજીક એક સ્કૂલ વેનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જોકે ડ્રાઈવરે સમયસુચકતા વાપરીને વેનમાં સવાર તમામ ૧૦ બાળકોને સમયસર વાહનમાંથી નીચે ઉતારી લીધા હતા જેથી કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ વેનમાં લાગેલી આગને પગલે વાલીઓના જીવ પડીકે બંધાઈ રહ્યા છે તેમજ મોરબી પંથકની વાત કરીએ તો શાળાઓમાં અસંખ્ય વેનમાં હજારો બાળકો શાળાએ જતા હોય છે ત્યારે આવી દુર્દ્યટના રોકવા તંત્ર કયારે કદમ ઉઠાવશે તેવા સવાલો પણ ઉપસ્થિત થયા છે ટ્યુશન કલાસીસ અને શાળાઓને ફાયર એનઓસીના રાગ આલાપતી સરકારના આરટીઓ વિભાગ દ્વારા વાહનોના ચેકિંગ કરવામાં આવશે કે કેમ તેવું પણ વાલીઓ પૂછી રહ્યા છે.

(3:56 pm IST)