Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

મહુવાના રાણીવાડા ગામે કુદરતી હાજતે ગયેલા યુવક પર દીપડાએ કર્યો હુમલો

વનવિભાગે દિપડાને પકડવા તજવીજ હાથ ધરી

ભાવનગરનાં ઈટિયા ગામે તાજેતરમાં દીપડાએ એક કિશોરીને ફાડી ખાધી હતી  ઘરના ઢાળીયામાં સુતેલી 11 વર્ષીય બાળકીને દીપડો ઉપાડી ગયો હતો. દીપડાએ બાળકીને સીમ વિસ્તારમાં લઈ જઈ ફાડી ખાધી હતી. ત્યારે મહુવાના રાણીવાડા ગામે યુવક વહેલી સવારે કુદરતી હાજતે જઇ રહ્યો હતો ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો. ઘાયલને હોસ્પિટલમાં ખસેડવા સાથે વનવિભાગે જરૂરી કાર્યવાહી કરી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરીછે.

(2:03 pm IST)