Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

પોરબંદર કાંઠે ૯ નંબરનું સિગ્નલ ઉતારીને ર નંબરનું સિગ્નલ : દરિયામાં ભરતીને લીધે મોંજા : ભય ટળ્યો

વ્હોરાવાડ દરિયાકાંઠે મોજા રોકવા રાખેલ સીમેન્ટના મોટા બેલા તણાય ગયા : પ્રભારી અને સાંસદ પોરબંદરની મુલાકાત દરમિયાન માછીમારોની વ્યથા ન જાણતા કચવાટ

પોરબંદર, તા. ૧પ : દરિયાકાંઠે વાયુ વાવાઝોડાનો ભય ટળી જતા બંદરકાંઠે માછીમારોને ચેતવણી આપતું ૯ નંબરનું સિગ્નલ ઉતારી ર નંબરનું સિગ્નલ ચઢાવી દેવામાં આવ્યું છે. દરિયામાં ભરતીને લીધે મોંજા રહ્યા છે જે હજુ બે-ત્રણ દિવસ રહે તેવી શકયતા છે.

વાયુ વાવાઝોડાની અસરરૂપે ગઇકાલે દરિયાકાંઠે દરિયામાં હાઇટટાઇટ રહેલ અને કાંઠે ર થી ૩ મીટર ઉંચા મોંજા ઉછળવાનું ચાલુ રહેલ જેના કારણે વ્હોરાવાડ દરિયાકાંઠે મોંજા રોકવા તંત્ર દ્વારા અગાઉ નાખવામાં આવેલ પથ્થરના બેલા ભારે મોંજામાં ગઇકાલે તણાય ગયા હતાં. સને ૧૯૯૮ અને સને ર૦૦૦માં આ બેલા તે સમયે મુલાકાતે આવેલ ધારાસભ્ય સવજીભાઇ કોરાટને સફળ રજૂઆત બાદ નાખવામાં આવ્યા હતાં.

ગઇકાલે દરિયાકાંઠે ભાંગવા માટે રાખેલ હેનરી જહાજ પવન અને ભારે મોંજામાં હાલક ડોલક થતું હતું. પોરબંદરમાં પ્રભારી અને કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા અને સાથે સાંસદ રમેશભાઇ ધડુક અને ધારાસભ્ય બાબુભાઇ વગેરે ચોપાટી દરિયાકાંઠે નિરીક્ષણ કરેલ ત્યારે શહેરના વ્હોરાવાડ અને સોમનાથ મંદિર રોડ થઇને અસ્માવતી ઘાટ કાંઠે વાવાઝોડાની અસર અંગે પરિસ્થિતિ જોવા ન આવતા અને વ્યથા ન જાણતા માછીમારોમાં કચવાટ થયો હતો.

(1:07 pm IST)