Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

'વાયુ' વાવાઝોડુ હજુ પણ સમુદ્રમાં ધુમરાઇ છેઃ ભારે વરસાવદની ભિતી

વાંકાનેર તા. ૧પ :.. બે વર્ષ પૂર્વે ર૦૧૭ માં ઓખી નામનું વાવાઝોડુ ર૯ નવેમ્બરે બંગાળની ખાડીથી ઉદભવીને બીજા દિવસે ૩૦ નવેમ્બરે તામીલનાડુ - કેરળ પર ત્રાટકયુ હતું.

બાદમાં ત્રીજા દિવસે ૧ ડીસેમ્બર અરબ સાગરમાં પ્રવેશ્યું હતું. ત્રીજી ડીસેમ્બરે આ વાવાઝોડાની અસરે ગુજરાતમાં વાદળો છવાયા હતાં. ચોથી ડીસેમ્બરે ગુજરાત તરફ આગળ ધપ્યુ હતું.

રાજયમાં સતત ધાબડ-છાંટા છૂંટી થયેલ. ગુજરાતમાં પ્રવેશવાની હવામાન ખાતાની આગાહી બાદ રાજયના વધુ વિસ્તારોમાં ધાબડ તથા ઝરમર વરસેલો. જો કે વાવાઝોડુ ઓમાનથી ગુજરાત વચ્ચે સતત ધુમરાયા કર્યુ હતું.

વાવાઝોડુ ર૯ નવેમ્બરથી ૬ ડીસેમ્બર સુધી રહીને બાદમાં દરીયામાં છેક આઠમા દિવસે શમ્યું હતું. આ વાવાઝોડું બંગાળની ખાડીથી ઉદભવીને અરબ સાગરમાં સમેટાયેલું જયારે હાલનું વાયુ વાવાઝોડુ અરબ સાગરમાંથી જ ઉદઘવ્યુ છે. હાલ કચ્છ તરફ ફરી ત્રાટકે તેવી સંભાવના દર્શાવાઇ રહી છે જો કે રાજયના સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસાવી શકવાની સંભાવના નકારી શકાતી નથી. વાયુ વાવાઝોડુ હજુ ગુજરાતથી અંતર જાળવી સતત ધુમરાઇ જ રહ્યા છે.

(11:42 am IST)