Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ગોંડલમાં રવિવારે વેરી તળાવ ખાતે સફાઈ અભિયાનઃ વૃક્ષારોપણ

ગોંડલ, તા. ૧૫ :. ગોંડલ સાઈકલ હેલ્થ કલબ, ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ અને નગરપાલિકા ગોંડલના સંયુકત ઉપક્રમે ગોંડલના વેરી તળાવ ખાતે સફાઈ અભિયાન તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન તા. ૧૬ રવિવારે સવારે ૮.૩૦ થી ૧૧.૩૦ કલાકે કરવામાં આવ્યુ છે. વેરી તળાવ ખાતે પ્લાસ્ટિક કચરો એકત્ર કરવાનું તથા વૃક્ષોના વાવેતર કરવાના અભિયાનમાં ગોંડલના તમામ નગરજનો, યુવા ભાઈ-બહેનો વિદ્યાર્થીઓને જોડાવા અને વેરી તળાવને સ્વચ્છ અને હરિયાળુ બનાવવામાં સહયોગ કરવા નગરપતિ અશોકભાઈ પીપળીયા, ડો. દિપક લંગાલિયા, હિતેશ દવે, મનીષ ઝહાટકીયા તેમજ તમામ નગરસેવકો સાઈકલ ગ્રુપના સદસ્યોએ અપીલ કરી છે કે બહોળી સંખ્યામાં આ અભિયાનમાં સામેલ થવા વેરી તળાવ પર આવવા અપીલ કરાઈ છે. સફાઈ અભિયાનમાં સામેલ થનાર તમામને ગ્લોઝ, પ્લાસ્ટિકની બેગ, પીવા માટે પાણી, બિસ્કીટ આપવામાં આવશે.

(11:33 am IST)