Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ભીમ અગિયારસ બાદ પણ જુગારના હાટડાઓ ચાલુઃ જીલ્લામાં ૯ દરોડામાં ૬૩ શખ્સો પકડાયા

જસદણના કાળાસરમાં ૭, ભાડલાના કનેસરામાં ૮, ગોંડલના મોટી ખીલોરીમાં ૧૧, આટકોટના પ્રતાપપુરમાં ૬, વિરપુરના ઉમરાળીયામાં ૭, જેપુરમાં ૭, જેતપુરમાં ૮ તથા જસદણમાં બે દરોડામાં ૯ પત્તાપ્રેમી પકડાયા

રાજકોટ, તા. ૧૫ :. જીલ્લામાં ભીમ અગિયારસના તહેવાર બાદ પણ ઠેર ઠેર જુગારના હાટડાઓ ધમધમી રહ્યા હોય તેમ જીલ્લા પોલીસે અલગ અલગ ૯ દરોડામાં ૬૩ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડામાં જસદણ પો. સ્ટે.ના પો. ઈન્સ. વી.આર. વાણીયાના માર્ગદર્શન મુજબ પો.સબ ઈન્સ. આર.એ. ભોજાણી, પો. હેડ કોન્સ. રાજુભાઈ ભૂપતભાઈ તાવીયા, પો. કોન્સ. યુવરાજસિંહ ચંદ્રભાણસિંહ વાઘેલા, પો. કોન્સ. વિજયભાઈ વલ્લભભાઈ વેગડ, પો. કોન્સ. ભોળાભાઈ જાદવભાઈ મકવાણા, પો. કોન્સ. ચંદ્રકાંતભાઈ રમેશભાઈ રોજાસરા તથા પો. કોન્સ. કલ્પેશભાઈ ધીરૂભાઈ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો. કોન્સ. કલ્પેશભાઈ ધીરૂભાઈ મકવાણાનાઓને મળેલ ખાનગીરાહે હકીકતને આધારે કાળાસર ગામેથી (૧) દેવરાજ નથુભાઈ કોતરા (૨) લખમણ પોપટભાઈ કાગડીયા (૩) રમેશ વિરજીભાઈ દુમાદીયા (૪) ધર્મેશ ધીરૂભાઈ રંગપરા (૫) વિજય વશરામભાઈ ભડાણીયા (૬) પ્રવિણ વિરજીભાઈ કોતરા તથા (૭) નિકુલ તળશીભાઈ કોતરા રે. તમામ કાળાસર, તા. જસદણને રોકડા રૂ. ૧૦૯૧૦ સાથે પકડી પડી જુ.ધા. કલમ ૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

બીજા દરોડામાં રૂરલ ક્રાઈમ બ્રાંચે મળેલી બાતમી હકીકતના આધારે કનેસરા ગામમાં રણછોડભાઈ સુરાભાઈ હાંડા રહે. કનેસરાવાળાના મકાન પાસે તલાવડી વિસ્તારમાં રેઈડ કરતા (૧) રણછોડ સુરાભાઈ હાંડા (૨) પ્રકાશ સોમાભાઈ હાંડા (૩) કેશુ નરશીભાઈ ચૌહાણ (૪) મનસુખ સુરાભાઈ હાંડા (૫) રાયા ઉર્ફે મયુરભાઈ ગોરધનભાઈ હાંડા (૬) રણછોડ ઉર્ફે રસીક ઉકાભાઈ બાવળીયા (૭) વિરજી પોપટભાઈ સાકરીયા (૮) ભરત કેસાભાઈ માણકોલીયા રહે. નં. (૧), (૨), (૩), (૪), (૫) કનેસરા તા. જસદણ તથા નં. (૬) રહે. દેવપરા તા. જસદણ તથા નં. (૭) રહે. દહીંસરા તા. જસદણ તથા નં. (૮) રહે. ઘોડલાધાર તા. જસદણવાળાઓને જાહેરમાં જુગાર રમતા ગંજીપાના તથા કુલ રોકડ રૂ. ૧૯,૭૬૦ સાથે મળી આવતા જુ.ધા. કલમ ૧૨ મુજબ ધોરણસર અટક કરી ભાડલા પો. સ્ટે. ગુન્હો રજી. કરાવેલ છે.

ત્રીજા દરોડામાં ગોંડલ તાલુકાના પી.એસ.આઈ. એ.વી. જાડેજા, એએસઆઈ દિલીપ પાનસેરિયા, મહિપાલસિંહ ચુડાસમા, પ્રતિપાલસિંહ રાણા તથા કૃષ્ણરાજસિંહ જાડેજા સહિતના ગોંડલ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમિયાન એએસઆઈ દિલીપ પાનસેરિયા મળેલ બાતમીના આધારે મોટી ખીલોરી ગામની સીમમાં જુગાર રમતા (૧) પ્રતાપ જગજીવનભાઈ ધાકાણ (૨) બટુક ગોરધનભાઈ બાબરીયા (૩) અરજણ રણછોડભાઈ બાબરીયા (૪) ભાવિન નટુભાઈ રાખલિયા (૫) લાલજી ભીખાભાઈ ગોંડલીયા (૬) નિરંજન મોહનભાઈ ધાણક (૭) બાલુ તળાવિયા (૮) પંકજ ગોરધનભાઈ તળાવિયા (૯) ભરત બચુભાઈ ગુહા (૧૦) મુકેશ શંભુભાઈ બોરસાણીયા તથા (૧૧) હરેશ ટપુભાઈ જાદવ રહે. બધા મોટી ખીલોરી વાળાઓ પાસેથી કુલ રોકડ રૂ. ૨૬૮૪૦નો મુદામાલ કબ્જે કરી જુગાર ધારા કલમ ૪.૫ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ચોથા દરોડામાં આટકોટ પોલીસે પ્રતાપપુર (નવાગામ)ની સીમ વિસ્તાર, કલ્પેશભાઈ વલ્લભભાઈ ધામેલીયાની વાડી પાસે રેઈડ કરી જુગાર રમતા (૧) કલ્પેશ વલ્લભભાઈ ધામેલીયા, (૨) મહેશ ખોડાભાઈ શીરોયા, (૩) ભરત નાગજીભાઈ પરખીયા, (૪) રમેશ ગોરધનભાઈ ધામેલીયા, (૫) કિશોર રામજીભાઈ પારખીયા, (૬) જેન્તી વશરામભાઈ પારખીયા રહે. નં. ૨ સાણથલી, સરકારી દવાખાના સામે તા. જસદણ તથા નં. ૧, ૩૪, ૫, ૬ ના ઓ પ્રતાપપુર (નવાગામ) તા. જસદણને રોકડા રૂ. ૧૧૬૦૦ તથા ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.

પાંચમા દરોડામાં વિરપુર પો. સ્ટે.ના પો.સબ.ઇન્સ. આર. એલ. ગોયલને ખાનગી રાહે હકીકત મળતા પોલીસ સ્ટાફ સાથે ઉમરાળી ગામે રેઇડ કરી જુગાર રમતા (૧) જગદીશ દેવજીભાઇ મકવાણા (ર) જયંતી મોહનભાઇ વોરા (૩) જયદીપસિંહ હરીસિંહ ભાટી (૪) હરદીપ દાઉદભાઇ કારાયત (પ) રતીલાલ ચીમનભાઇ પરમાર (૬) દીનેશ ભીખાભાઇ ભુડીયા તથા (૭) જયેશ બેચરભાઇ મકવાણા રહે. બધા ઉમરાળી તા. જેતપુર વાળાઓને રોકડ રકમ ર૬૮૯૦/- મુદામાલ સાથે મળી આવતા મજકુરો વિરૂધ્ધ જુગારધારા ૪,પ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

છઠ્ઠા દરોડામાં વિપુર પો. સ્ટે.ના પો. સબ. ઇન્સ. આર. એલ. ગોયલની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન જેપુર ગામે જુગાર રમતા (૧) રામજી કડવાભાઇ બાંટવીયા (ર) જગા ચનાભાઇ પીપળીયા (૩) સુરેશ જીણાભાઇ ભડેલીયા (૪) ભાવેશ મેરામભાઇ ગુજરાતી (પ) જગદીશ જેરામભાઇ પીપળીયા (૬) મનસુખ કડવાભાઇ બાંટવીયા તથા (૭) સંજય સોમાભાઇ ચાવડા રહે. નં. ૧ થી ૪ તથા ૬, ૭ જેપુર તા. જેતપુર તથા નં. પ મોટા ઉંબાળા તા. ગોંડલવાળાને રોકડ રકમ ૧૩ર૮૦/- મુદામાલ સાથે મળી આવતા મજકુરો વિરૂધ્ધ જુગારધારા ૧ર મુજબ ગુન્હો દાખલ કરાયો હતો.

સાતમાં દરોડામાં જેતપુર પોલીસે દાતારનગર જેતપુરમાં રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા નીતિન કેશુભાઇ સીરોયા, ભરત મનસુખભાઇ વઘાસીયા, વિપુલ નટુભાઇ રીંબડીયા, હરસુખ વિરજીભાઇ રાઠોડ, મજીદ આદમભાઇ મકવાણા, અસ્વીન છનાભાઇ તળાજીયા, રોહીત નટુભાઇ રીબડીયા તથા પુજાભાઇ નાથાભાઇ સોંદરવા રહે. નાં. ૧, પ જનતાનગર નં. ૩, ૭, ૮ દાતારનગર નં. ૪, ૬, શ્રીજી સ્કુલ પાછળ નં. ર શિવકૃપા જેતપુરને રોકડા રૂ. ૧૭૦૧૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.

આઠમાં દરોડામાં જસદણ પોલીસે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા હિતેશ રમેશભાઇ ગઢીયા, રે. ગંગાભુવન શેરી નં. ૪, વિપુલ કમલેશભાઇ ધકાણા, રે. રે. ગંગાભુવન શેરી નં. ૪ તથા સંજય હરગોવિંદભાઇ જસાણી રે. ગંગાભુવન શેરી નં. ૬, જસદણને રોકડા રૂ. ૧૦રર૦ અને ગંજીપતા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

નવમાં દરોડામાં જસદણ પોલીસે જસદણ ગઢડીયા રોડ શિવ શકિત જીનીંગ પાસે રેઇડ કરી જૂગાર રમતા હરદીપ ધીરૂભાઇ પલાળીયા, જેન્તી સોડાભાઇ ડેરવાળીયા, રમેશ વિહાભાઇ પરમાર, છગન સોંડાભાઇ ડેરવાળીયા, ભવાન ગગજીભાઇ પરમાર, તથા બળવંત પરષોતમભાઇ ડેરવાળીયા રે. તમામ ગઢીયાને રોકડા રૂ. ૧૧૪૪૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:25 am IST)