Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ધાંગધ્રા નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિખવાદ વોર્ડ ૩ના ચૂંટાયેલા 2 સદસ્યોએ રાજીનામા ફગાવ્યા

વોર્ડમાં પાણી અને રોડ સહિતના કામો ન થતા હોવાનો આક્ષેપ

 

ધાંગધ્રા નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિખવાદ બહાર આવ્યો છે ધાંગધ્રા નગરપાલિકાના ભાજપના 2 સદસ્યોએ રાજીનામા આપ્યા છે.

 મળતી માહિતી મુજબ વોર્ડ ૩ના ચૂંટાયેલા ભાજપના 2 સદસ્યોએ રાજીનામા ધર્યા છે.જીતુ કપાસી અને મણીલાલ પ્રજાપતિ નામના સદસ્યોએ રાજીનામા આપ્યા છે. તેમજ વોર્ડમાં પાણી અને રોડ સહિતના કામો થતા હોવાનો આક્ષેપ કર્યો છે. તો પાલિકાના સત્તાધીશો ભેદભાવ રાખતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે

(1:01 am IST)