Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

અમરેલી જીલ્લામાં ૩ દિવસમાં દારૂના ૨૨૯ અને જુગારના ૨ કેસ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૭: ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી અશોકકુમાર અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહની સુચનાથી છેલ્લા ત્રણ દિવસમાં અમરેલી જિલ્લા પોલીસ દારૂના ૨૨૯ કેસો શોધી કાઢવામાં આવેલ છે.

દારૂ પીવાની, દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવવાની અને દારૂ વેચાણ અને વહનની પ્રવળતિ કરતા કુલ ૨૨૫ આરોપીઓ ને પકડી પાડી તેમની સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા દેશી દારૂ લીટર ૭૯, કિ.રૂ.૧,૫૮૦/ તથા અન્‍ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૨૦,૪૪૮/નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.

જુગારના ર કેસો શોધી કાઢી, જુગાર રમતા ૧૩ ઇસમોને રોકડા રૂ.૧૬,૯૪૦/ તથા જુગારના સાહિત્‍ય સહિત કુલ કિ.રૂ.૪૬,૯૪૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.

(1:15 pm IST)