Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

સતાપર અને ચેલા ગામેદેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઇ

જામનગર તા.૧૭: જીલ્લાના પોલીસ વડા પ્રેસસુખ ડેલુની સુચના તથા એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. કે.કે.ગોહીલના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્‍ટાફના પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા સ્‍ટાફના માણસો જામજોધપુર તાલુકા અંધારીયાનેશ  તથા ચેલાગામ તથા સીમ વિસ્‍તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા. દરમ્‍યાન પહેલી રેઇડ જામજોધપુર તાલુકાના સતાપર ગ્રામ પંચાયત હેઠળના અંધારીયા નેશમાં સ્‍ટાફના પોલીસ હેડ કોન્‍સ. ધાનાભાઇ મોરી તથા પો.કોન્‍સ. રાકેશ ચોૈહાણ ને મળેલ હકિકત આધારે મેરાભાઇ હીરાભાઇ હુણ રબારી રહે. સતાપર ગ્રામ પંચાયત હેઠળના અંધારીયા નેશના મકાને કરતા દેશી દારૂ બનાવવાનો આથો લી. ૧૬૦૦ કિ. રૂ.૩૨૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા હેડ કોન્‍સ. અશોકભાઇ સોલંકીએ કાર્યવાહી કરેલ છે.

બીજી રેઇડ ચેલા ગામે હકિકત આધારે ચેલા ગામે ઘનશ્‍યામસિંહ મનુભાઇ દેદા દરબારના મકાને આરોપી (૧) પ્રવિણસિંહ રામસિંહ દેદા દરબાર રહે. ચેલાગામ (ર) સંદિપસિંહ ભરતસિંહ રાઠોડ દરબાર રહે. ચેલાગામના કબ્‍જામાંથી આથો લી. ૩૦૦ કિ.રૂ.૬૦૦/- તથા દેશી દારૂ લી. ૧૦૦ કિ.રૂ.૨૦૦૦/- તથા ભઠીના સાધનો મળી કુલ કિ.૫૬૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા પો.કોન્‍સ. કિશોરભાઇ પરમાર એ ફરીયાદ આપતા પોલીસ હેડ કોન્‍સ. વનરાજભાઇ મકવાણાએ કાર્યવાહી કરેલ છે. દારૂની ભઠી ચલાવનાર ઘનશ્‍યામસિંહ મનુભા દેદા દરબાર રહે. ચેલા વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે.

આ કાર્યવાહી ઇન્‍ચાર્જ પો.ઇન્‍સે. કે.કે.ગોહીલ તથા આર.બી.ગોજીયા, પો.સ.ઇ. તથા એલ.સી.બી. સ્‍ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ  સરવૈયા, હરદિપભમાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા,  હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્‍યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, રાકેશભાઇ ચોૈહાણ ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:13 pm IST)