Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

જામનગર એરપોર્ટના ગેટ પાસેથી ત્રણ ઇસમોને મુંબઇથી ઇંગ્‍લીશ દારૂ લઇ આવતા ઝડપી લેવાયા

જામનગર તા. ૧૭: મુંબઇથી એરઇન્‍ડીયા એરલાઇન્‍સમાં જામનગર એરપોર્ટ ખાતે ઉતરેલ (૧) રાહુલ મનોહરભાઇ રોહેરા સિધ્‍ધી રહે. એ-૮ મહાવિર એપાર્ટમેન્‍ટ જામનગર (ર) વિજય મોહનભાઇ કટારમલ કચ્‍છી ભાનુશાળી રહે. દિલોટ પ૮ જામનાગર (૩) નુરમામદ સાજીદભાઇ રાજકોટીયા મેમણ રહે. બર્ધન ચોક મુલ્લામેડી જોષીફળી જામનગર વાળા વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-૯ કિ. રૂ. ૧૭૦૦૦/- તથા પાંચ મોબાઇલ ફોન જેની કિ. રૂ. ર,૩૦,૦૦૦/- મળી કુલ કિ. રૂ. ર,૪૭,૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા પો. કોન્‍સ. ફિરોજભાઇ ખફી એ ફરીયાદ રીપોર્ટ આપતા પોલીસ હેડ કોન્‍સ. ઘનશ્‍યામભાઇ ડેરવાળીયા એ તેમના સામે પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહી ઇન્‍ચાર્જ પો. ઇન્‍સ. કે. કે. ગોહીલ તથા આર. બી. ગોજીયા પો.સ.ઇ. તથા એલ.સી.બી. સ્‍ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્‍વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્‍યામભાઇ ડેરવાળીયડા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(4:12 pm IST)