Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોની હાલત કફોડીઃ જેતપુર રાષ્‍ટ્રીય કિશાન પરિષદની રજૂઆત

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૭: ભારત કૃષિ પ્રધાન દેશ છે પરંતુ ખેડુતોને પોક્ષણક્ષમ ભાવ ન મળતા આત્‍મહત્‍યા કરવાનો વારો આવે છે પોતાના ખેતની પેદાશોના ભાવ પણ પોતે નકિક કરી નથી શકતા જો ભાવ વધે તો ઉહાપોહ થાય અને જો તળીયે આવી જાય તો કોઇ વિરોધ કરવા ખેડુત નેતા આગળ આવતો નથી.

તાજેતરમાં જ તેલના ભાવ ભળકે બળ.ે છે તો આક્ષેપો કરી દેકારો મચાવી દીધો છે પરંતુ ગરીબોની વ્‍હાલી ડુંગળીનો ભાવ એટલી હદે નીચો જતો રહ્યો છે કે ખેડુતને તેની મજુરી બીયારણનો ભાવ મળી શકે તેમ નથી.

ર૦ રૂા.ની મણ ડુંગળી કોઇ સંજોગોમાં ખેડુતો સહન ન કરી શકે છતાં કોઇ નેતા આ બાબતે ખેડુતોનો હામી બની તેનો અવાજ નથી ઉપાડતો. ડુંગળી ટુંક સમયમાં જ બગડી જતી હોય છે.

જેથી સ્‍ટોક પણ કરી શકે તેમ નથી ખેડુતો પાસે કોલ્‍ડ સ્‍ટોરેજ નથી હોતું અને પ્રશ્‍ન એ પણ થાય કે રાખ્‍યા પછી પણ જો ભાવ વધારે ન આવે તો ખાતર માથે દિવો થાય તેથી સરકારે તાત્‍કાલીક અસરથી ખેડુતોની વ્‍હારે આવી ડુંગળીના ભાવો મળી રહે તેવી કાર્યવાહી કરવી જોઇએ તેવી રજુઆત રાષ્‍ટ્રીય કિશાન પરીષદનો જીલ્લા પ્રમુખ ગીરધરભાઇ વઘાસીયા, ઉપપ્રમુખ દિપકભાઇ વાગડીયાએ કરી હતી.

(1:05 pm IST)