Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

પોરબંદરની ડીવાઇન પબ્‍લીક સ્‍કુલના વિદ્યાર્થીઓ જિલ્લા ખેલ મહાકુંભની વિવિધ સ્‍પર્ધાઓમાં મોખરે

પોરબંદર તા. ૧૭ :.. જીલ્લા કક્ષાની ખેલમહાકુંભની વિવિધ સ્‍પર્ધા-રમતોમાં ડીવાઇન પબ્‍લીક સ્‍કુલ મોખરે રહી છે.
ખેલમહાકુંભની જીલ્લા કક્ષાની વિવિધ રમતોમાં ડીવાઇન પબ્‍લીક સ્‍કુલે મેદાન માર્યુ છે. જીલ્લા કક્ષાની ટેકવેન્‍ડો રમતમાં પાનખણીયા ધ્રુવી, રાજયગુરૂ હરીતા, દિવરાણીયા કિશન, ઓડેદરા વનરાજ, કોરાવદરા અમન, વિસામો ઉદય, કેશવાલા પૂજા, કુવડીયા ગીતા, કારાવદરા દિવ્‍યા, કુછડીયા રાંભી, એ જીલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્‍યો ઉપરાંત મસાણી કાવ્‍ય, ખૂંટી તુષાર ખૂંટી રાહુલ, બોખીરીયા અજય, બાપોદરા ગુસીત, કારાવદરા પૂજા, મોઢવાડીયા હીરલા રાતડીયા નેહા, ઓડેદરા નેહલ, કેશવાલા રાજ જીલ્લામાં દ્વિતીય તથા સુડાવદરા મનિષ, ભૂતિયા ઉદય, કુછડીયા ભરત, ભુવા દિવ્‍યેશ, ખૂંટી જયશ્રી, રાતીયા શ્રેયા, બોખીરીયા શિતલ, કેશવાલા રાહુલ એ તૃતીય ક્રમ મેળવેલ છે.
કુસ્‍તીની જીલ્લા કક્ષામાં ડીવાઇન સ્‍કુલના ઓડેદરા રવિ, ચારણીયા રૂદ્રાક્ષ, સોનેરી મીત, કુછડીયા રણમલ, મોઢવાડીયા ક્રિષ્‍ના, ઓડેદરા રાજૂ પ્રથમ નંબરે ઉપરાંત મોકરીયા જય, ગોંડલીયા, રોનક, સીડા કૃષભ, કોડીયાતર અર્જુન, ઓડેદરા મીત, દવે ખુશી, દ્વિતીય નંબર તેમજ ઓડેદરા વિજય, કાપડી તન્‍મય, જેઠવા નૈતિક, વિસાણા ટંકાશ, તૃતીય ક્રમાંક મેળવેલ છે.
જૂડો સ્‍પર્ધામાં મોઢવાડીયા નેહાંશી, સુંડાવદરા આરતી, ખૂંટી, દક્ષા, ડોડીયા ધ્રુવ, મોઢવાડીયા નાગજાગ, મોઢવાડીયા ભાર્ગવ ઓડેદરા અજય, મારૂ સુરેશે પ્રથમ ક્રમાંક મેળવેલ છે. તથા ઓડેદરા ક્રિષ્‍ના, મોઢવાડીયા નેહલ, બાપોદરા માનસી, મંગેરા નિહાર, ઓડેદરા રાહુલ, મોઢવાડીયા પાર્થ, મસાણી અંકિત, મોઢવાડીયા સંજય ખૂંટી પ્રકાશ એ દ્વિતીય ક્રમાંક મેળવેલ છે. ઉપરાંત બોખીરીયા ધર્મિષ્‍ઠા સુંડાવદરા આરતી, મકવાણા શિતલ, કેશવાલાલ ચિરાગ તૃતીય ક્રમાંક મેળવેલ છે.
જીલ્લાની કરાટે સ્‍પર્ધામાં મોઢવાડીયા આરતી પ્રથમ ખૂંટી હેતલ કેશવાલા સીમા, ઓડેદરા સાધના, સુડાવદરા તેજલ દ્વિતીય ક્રમાંક  ઉપરાંત ખૂંટી નિરાલી, કારાવદરા નિકિતા, કારાવદરા નિરાલી, ચાવડા હીનલ, સીત્ર સાક્ષી, ઓડેદરા કોમલ, બોખીરીયા વર્ષા મંડેરા ઉર્વિશ તૃતીય ક્રમાંક મેળવેલ છે.
જીલ્લા કક્ષાની સ્‍વીમીંગ સ્‍પર્ધામાં કારાવદરા પૂનમ, ખૂંટી નિરાલી, કુછડીયા લીલા પ્રથમ ક્રમાંકે ઉપરાંત મોઢવાડીયા દિપલ, ઓડેદરા કેવલ, દ્વિતીય તેમજ ઓડેદરા રમેશ તૃતીયક્રમાંક મેળવેલ છે.
જીલ્લા કક્ષાની હેન્‍ડબોલ સ્‍પર્ધામાં અન્‍ડર એ માં ઓડેદરા ધ્રુવ ઓડેદરા આર્યન, કેશવાલા હાર્દિક, બોખીરીયા, પાર્થ, ઓડેદરા સુજલ, કેશવાલા મનોજ, સુંડાવદરા રાજૂ, કેશવાલાલ ભરત, ઓડેદરા કેવલ, ચારણીયા, એકલવ્‍ય, સુંડાવદરા મીત ઉપરાંત અન્‍ડર-૧૪ વર્ષમાં ઓડેદરા અજય, કોડીયાતર મેહુલ, દિવરાણીયા ઉદય, કુછડીયા રામદે, મોઢવાડીયા રામ, મોઢા અંશ, મોરી રાજૂ, ચુડાવદરા હરીશ, ઓડેદરા મહેશ, પાનકી અંકિત મહંમદ તોસીફ, બોખીરીયા ધ્રુવ બંને ટીમોએ પ્રથમ ક્રમાંક મેળવેલ છે.
શાળા પરિવાર અને જીલ્લાના રમત પ્રેમીઓએ ડીવાઇન શાળાના  આ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્‍યા હતાં ડીવાઇન શાળા ગત ખેલ-મહાકુંભમાં પણ જીલ્લાની શ્રેષ્‍ઠ શાળાનું ખીતાબ જીતી ચુકી છે. અને ચાલુ વર્ષે પણ શાળા અવલ્લ નંબરની દાવેદાર છે.
શાળાના કોચ નિર્મલાબેન મહેશ્વરીએ જણાવેલ કે,  ડીવાઇન શાળામાં અભ્‍યાસની સાથે સાથે ઇતર પ્રવૃતિઓ દ્વારા બાળકોના શારીરિક તેમજ માનસીક વિકાસ પર વિશેષ ધ્‍યાન આપવામાં આવે છે શાળાના દીપેનભાઇ ઓડેદરાએ કહયું છે કે અમારી શાળામાં બાળકોના ટેલેન્‍ટને પારખીને એને પ્રોત્‍સાહીત કરવામાં આવે છે. અભ્‍યાસની સાથે - સાથે બાળકોની સ્‍વરૂચીનું પણ વિશેષ ધ્‍યાન ડીવાઇન સ્‍કુલમાં રાખવામાં આવે છે.

 

(11:59 am IST)