Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

બગસરાના જુના ઝાંઝરીયા પ્રાથમિક શાળામાં ઉનાળા વેકેશનનો લાભ લઇ અસામાજિક તત્‍વો દ્વારા તોડફોડ

(સમીર વિરાણી દ્વારા) બગસરા,તા. ૧૭: જુના ઝાંઝરીયા પ્રાથમિક શાળા મા અસામાજિક તત્‍વો દ્વારા વેકેશનનો લાભ લઇ અને તોડફોડ કરાઈ મળતી માહિતી મુજબ બગસરા જુના ઝાંઝરીયા ગામ ખાતે પ્રાથમિક શાળામાં નિશાળના વેકેશનનો લાભ લઈ કોઈ અસામાજિક તત્‍વો દ્વારા નિશાળમાં કેમેરાને તોડફોડ કરી નુકસાન કરેલ ગામના સેવાભાવી લોકો દ્વારા ઝાડને પાણી પીવડાવવા માટે ગયેલ અને અચાનક જોતા ગ્રામજનોએ જુના ઝાંઝરીયા પ્રાથમિક શાળાના પ્રિન્‍સિપાલને ફોન દ્વારા જણાવેલ કે નિશાળમાં તોડફોડ કરેલ છે.

પ્રિન્‍સિપાલને જાણ થતાં તે તાબડતોડ નિશાળે પહોંચી ગયા હતા અને સરપંચ એસ.એમ.સી સભ્‍ય અને ગ્રામજનો દ્વારા સ્‍થળ પર નિરીક્ષણ કરતા ગેરકાયદેસર રીતે અંદર ઘૂસીને કેમેરા સહિત ઇલેક્‍ટ્રોનિક વસ્‍તુ માં પથ્‍થર મારી તોડફોડ કરેલ જોતા તે બાબતે બગસરા પોલીસ સ્‍ટેશનમાં જાણ કરી વધુ તપાસ બગસરા પોલીસ સ્‍ટેશનના પી.આઈ દેસાઈ ચલાવી રહ્યા છે.

(12:27 pm IST)