Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

ગોંડલમાં વિવિધ સંસ્‍થાઓ દ્વારા ૧૦૦ કીડીયારૂં પુરવાના નાળિયેરનું જમીનમાં સ્‍થાપન

ગોંડલ : શહેર ભાજપ ઉપપ્રમુખ કિશોરભાઇ ધડુકના અધ્‍યક્ષ સ્‍થાને ગોંડલ શહેરના યુનિર્ટી કલાસીસના ભાવિનભાઇ જોબનપુત્ર અને તેમની ટીમ દ્વારા પાન ફાઉન્‍ડેશન, વરિષ્‍ઠ લોહાણા સમાજના સહયોગીથી આશાપુરા ગાર્ડનના વિસ્‍તારમાં ૧૦૦ જેટલા કીડીયારૂં પુરવા માટેના નારિયેળ પધ્‍ધતિસર જમીનમાં સ્‍થાપિત કરવામાં આવ્‍યા. આ સમગ્ર કાર્યક્રમમાં અલમદાર કાર સજાવાટની ટીમ પણ સાધનો સાથે તેમજ શ્રમ દાન માટે ખાસ હાજર રહેશે. સંચાલન પ્રકાશભાઇ ઠકરાર દ્વારા કરવામાં આવ્‍યુ હતું. રવિરાજભાઇ ઠકરાર દ્વારા અલ્‍પાહારની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ.

(11:42 am IST)