Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

ખેડુતોને પેસેન્‍જર તરીકે બેસાડી નજર ચુકવી રોકડ સેરવી લેતી ગેંગને ગોંડલ પોલીસે ઝડપી લીધી

રાજકોટઃ ગોંડલ નવા યાર્ડ પાસે જણસી વેચી બહાર આવતા ખેડુતોને પેસેન્‍જર તરીકે ફોરવ્‍હીલમાં બેસાડી રસ્‍તામાં નજર ચુકવી રોકડ રકમની ચોરી કરતા રવી શાંતીભાઇ ચૌહાણ, કરણ ખીમાભાઇ સોલંકી, આકાશ ઉર્ફે ગેરવો જયંતીભાઇ સોરઠીયા, જયંતી ઉર્ફે કાળુ ગોરધનભાઇ સોલંકી તથા હરેશ લાભુભાઇ ચૌહાણ (રહે. તમામ તત્‍વજયોતી મંદિર પાસે, દેવીપુજક વાસ, વાવેરા રોડ, રાજુલા, જી. અમરેલી) ને ગોંડલના પીઆઇ એમ.આર.સંગાળા તથા ટીમે ઝડપી લઇ પુછતાછ કરતા આ ગેંગે ગોંડલ પંથકના બે ખેડુતો પાસેથી અનુક્રમે ૧.પ૦ અને ૧.રપ લાખની રોકડ રકમ ચોરી કર્યાની કબુલાત આપી હતી. પકડાયેલ ગેંગ પાસે ઇન્‍ડીકા કાર અને રોકડ રકમ ૧.૪૪ લાખ મળી કુલ ર.૯૪ લાખનો મુદામાલ કબ્‍જે કરાયો હતો. આ કાર્યવાહીમાં ગોંડલ પોલીસના હેડ કોન્‍સ્‍ટેબલ કુલદીપસિંહ રાઠોડ, જયદીપસિંહ ચૌહાણ, પો.કો.શકિતસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, વાઘાભાઇ આલ, મહેન્‍દ્રભાઇ ખીમસુરીયા, યુવરાજસિંહ ગોહીલ, વિશાલભાઇ સોલંકી, અમરદિપસિંહ જાડેજા, જજયંતીભાઇ સોલંકી તથા મહિલા પો.કો. તુલજાબેન ગોંડલીયા સહીતનો સ્‍ટાફ જોડાયો હતો. તસ્‍વીરમાં નીચે બેઠેલ ગેંગના સાગ્રીતો સાથે ગોંડલ પોલીસનો કાફલો નજરે પડે છે.

(11:42 am IST)