Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

શિહોરના ગઢુલામાં ચુલા ઉપર રસોઇ કરતી શિવાની ચૌહાણનું દાઝી જતા મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૧૭: ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગઢુલા ગામે રહેતા શિવાનીબેન રમેશભાઈ ચૌહાણ ઉં.વ.૧૬ તેણી ના ઘરે રસોઈવાળા રૂમમાં ચુલા પર રસોઈ બનાવી રહ્યાં હતા ત્‍યારે ચુલાના તાપમાંથી એક તણખલુ રસોડાના માળિયા પર રાખેલા કડબના જથ્‍થામાં જતાં રસોઈવાળા રૂમમાં આગ ભભુકી ઉઠી હતી. માળિયામાં સળગી રહેલો કડબનો જથ્‍થો શિવાનીના માથે પડતા તેણી ગંભીરરીતે દાઝી હતી . રસોઈવાળા રૂમમાંથી વધારે પડતો ધુમાડો નિકળતા અને શિવાનીની ચીસો સાંભાળી ઘરના સભ્‍યોએ ત્‍યાં જઈ પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી ગંભીર રીતે દાઝેલી શિવાનીને સિહોર સરકારી દવાખાને ખસેડી હતી જયાં ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી . સળગતો કડબનો જથ્‍થો શિવાની પર પડવાથી તેણી બહાર નિકળી શકી નહોતી. બનાવ અંગે સોનગઢ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(10:58 am IST)