Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

ભેસાણમાં બળદગાડું માથે પડતા ૪ વર્ષની ચંદ્રકલા લોહારનું મોત

બાળકીએ રાજકોટની હોસ્‍પિટલમાં દમતોડી દીધો

રાજકોટ,તા. ૧૭ : જૂનાગઢના ભેસાણ પાસે વાડીએ રમતા રમતા બળદગાડુ માથે પડતા ચાર વર્ષની બાળકીનું રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં મોત નિપજ્‍યુ હતું.

મળતી વિગત મુજબ મધ્‍યપ્રદેશના વતની હાલ જૂનાગઢના ભેંસાણ ગામ પાસે વાડીમાં રહેતા દાનસીંગ લોહારની ચાર વર્ષની પુત્રી ચંદ્રકલા ગઇ કાલે વાડીમાં બીજા છોકરાઓ સાથે ગાડા ઉપર રમતી હતી. ત્‍યારે અચાનક ગાડુ માથે પડતા ચંદ્રકલાને માથા તથા શરીરે ઇજા થતા તેને જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી.ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યુ હતું. મૃતક ચંદ્રકલા બે ભાઇ અને બે બહનેમાં નાની હતી. પિતા ખેતીકામ કરે છે આ અંગે ભેંસાણ પોલીસે કાર્યવાહી કરી હતી.

(10:53 am IST)