Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વાવાઝોડાની અસર શરૂ : મહુવામાં દરિયાઈમાં કરંટ: દ્વારકામાં પણ 9 ફુટ ઉંચા ઉછળતા મોજા

ગોમતી ઘાટમાં ભારે કરંટ: ઓખા બંદરે 8 નંબરનું સિંગ્નલ :વાવાઝોડાનાં કારણે ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી :કલોલમાં ભારે પવન સાથે મૂશળધાર વરસાદ: અમદાવાદમાં પણ વાવાઝોડાની અસર: વાતાવરણમાં પલટો છુટોછવાયો વરસાદ

અમદાવાદ : તૌકતે વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. તંત્ર દ્વારા ગુજરાતના દરિયાકાંઠે રહેતા તમામ લોકોનું સલામત સ્થલે સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. જેમ જેમ વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેમ તેમ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે જેના કરાણે દરિયો તોફાની બનતો જાય છે. મહુવામાં દરિયાઈમાં કરંટ જોવા મળ્યો છે અને બીજી બાજુ દ્વારકામાં પણ 9 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

તૌકતે વાવાઝોડું ગુજરાત પર ટકરાવાનું છે. ત્યારે હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે તૌકતે મહુવાથી પોરબંદર વચ્ચે ટકરાશે. તેવામાં મહુવાના દરિયામાં અત્યારથી જ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. અને દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. જેથી અંદાજ લગાવી શકાય છે કે જ્યારે વાવાઝોડુ મહુવા ટકરકાશે ત્યારે સ્થિતિ કેટલી ભયાવહ બનશે.

દેવભૂમિ દ્વારકામાં પણ ‘તૌકતે’ની અસર વર્તાવાની શરૂ થઇ ગઈ છે. ગોમતી ઘાટમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરીયામાં અંદાજિત આઠથી નવ ફુટ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. ઓખા બંદરે 8 નંબરનું સિંગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડાનાં કારણે ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે.

બીજી તરફ ગાંધીનગરમાં પણ વાવાઝોડાની અસર શરૂ થઇ ગઇ છે. કલોલમાં ભારે પવન સાથે મૂશળધાર વરસાદની એન્ટ્રી થઇ છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવવાના શરૂ થઇ ગયા છે. બીજી બાજુ વાવાઝોડાની દહેશત વચ્ચે ધોધમાર વરસાદ વરસતા લોકો ચિંતામાં મુકાયા છે

 

આ સાથે અમદાવાદમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને પવનની ગતિમાં પણ વધાઈ રહ્યો છે. જો કે, શહેરના ઘણી વિસ્તારમાં છુટો છવાયો વરસાદ પણ વરસ્યો હતો.

 

તૌકતે વાવાઝોડાને પગલે રાજયના દરિયા કાંઠે રહેતા તમામ લોકોનું સલામત સ્થલે સ્થળાંતર કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ દોઢ લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. સીએમ રુપાણી દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે, લોકો ઘરની બહાર કામ સિવાય ન નિકળે.

 

એન.ડી.આર.એફ.ની 44 ટીમ ફાળવી આપી છે જે દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોચી ગઇ છે. સાથોસાથ આર્મી, નેવી અને એરફોર્સને પણ ગુજરાતની મદદ-સહાય માટે તૈયાર રહેવા કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. દરિયામાં માછીમારી માટે ગયેલા બધા જ માછીમાર-સાગરખેડૂઓ સલામત રીતે પરત આવી ગયા છે.

 

આ સંભવિત વાવાઝોડાની તીવ્રતા અને વ્યાપકતાની સંભાવનાઓ જોતાં રાજ્ય સરકારે બચાવ-રાહતના આગોતરાં આયોજનમાં કોઇ કચાશ રાખી નથી. રાજ્ય સ્તરીય કંટ્રોલ રૂમ 24×7 ગાંધીનગરમાં કાર્યરત છે. એટલું જ નહિ જો આ વાવાઝોડાને પરિણામે વીજપુરવઠો ખોરવાય કે તેને અસર પડે તો તુરત જ દુરસ્તી કામ માટે વીજ કર્મીઓની 661 જેટલી ટીમ તૈયાર રાખવામાં આવેલી છે

(7:25 pm IST)
  • ઇન્ડિયા ટુ ડે ના સર્વે મુજબ દેશમાં ૪૮ ટકા લોકો ઈચ્છે છે કે વેકસીન આપતા પૂર્વે કોરોના ટેસ્ટ કરવામાં આવે જેથી એસિમ્પટોમેટિક દર્દીઓને વેકસીન આપવામાં ના આવે. access_time 8:13 pm IST

  • ચક્રવાત તૌકતે : હવામાન વિભાગે જાહેર કર્યું છે કે લેટેસ્ટ સેટેલાઇટ તસ્વીર જોતા વાવાઝોડાની 'આંખ' (કેન્દ્ર) નો આગળનો ભાગ અત્યારે ગુજરાતના દરિયાકાંઠા ક્ષેત્રમાં પ્રવેશી ચુક્યો છે. અત્યારે વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા ચાલુ છે અને તે આગામી 3 કલાકમાં પૂર્ણ થશે. ચક્રવાતનું કેન્દ્ર હાલ દીવથી 35 કિ.મી. પૂર્વ - દક્ષિણપૂર્વમાં છે. તે સૌરાષ્ટ્ર કાંઠો ઓળંગીને દીવની પૂર્વ દિશામાંથી 3 કલાકમાં પસાર થઈ જશે. access_time 10:00 pm IST

  • દક્ષિણ મુંબઈના લગભગ તમામ વિસ્તારોમાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાની અસર આસપાસના જિલ્લાઓમાં પણ જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાંથી ચક્રવાત 'તાઉ તે' નો ખતરો ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત 7 રાજ્યો પર યથાવત છે. 5 રાજ્યોમાં અત્યાર સુધી 11 લોકોનાં મોત નીપજ્યાં છે. વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રમાં મુંબઇ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોના ઘણા જિલ્લાઓમાં વેક્સિનેશન બંધ કરવું પડ્યું છે. અહીં મુંબઇ સહીત ઘણા શહેરોમાં એલર્ટ જાહેર છે. મંગળવારે સવારે વાવાઝોડું પોરબંદર અને મહુવા (ભાવનગર)ની વચ્ચે ગુજરાત કાંઠે ટકરાશે. આ દરમિયાન વાવાઝોડાગતિ પ્રતિ કલાક 185 કિલોમીટર સુધી હોઇ શકે છે. access_time 5:28 pm IST