Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

ટાઉત્તે વાવાઝોડાની આગાહીને પગલે જામનગરમાં ફાયર બ્રિગેડ અને NDRFની ટુકડીઓ સ્ટેન્ડબાય

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૭: ટાઉત્તે વાવાઝોડા ના પગલે જામનગરમાંં ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટુકડીઓ તૈનાત રાખવામાં આવી છે. ટાઉત્ત્।ે વાવઝોડાની આફત ગુજરાતમાંં આવી રહી છે. જે આગાહીના પગલે જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડને સજાગ કરી દેવાયું છે. હાલ પણ જામનગરમાં વાવાઝોડા પૂર્વે બચાવ કામગીરી યુદ્ઘના ધોરણે કરવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

ગુજરાતમાં ટાઉત્તે વાવાઝોડાની આફત આવી રહી છે અને જામનગરના દરિયાકિનારે ૮ નંબરનું સિગ્નલ લગાડી દેવાયું છે ત્યારે જામનગર સહિત સૌરાષ્ટ્રભરના દરિયાકિનારે આવેલા જિલ્લાઓમાં વાવાઝોડાની ભયાનક અસર વર્તાવા ના એંધાણ છે ત્યારે જામનગર શહેરી વિસ્તારોમાં ખાસ સતર્કતા રાખી આગમચેતીના પગલા લેવામાં આવ્યા છે.

જામનગરમાંં વાવાઝોડાં પૂર્વે વરસાદનું પણ આગમન થઈ ચૂકયું છેે અને ટાઉત્ત્।ે વાવાઝોડુંં આગામી ૧૮ મેના રોજ ગુજરાતના દરીયાકિનારે ત્રાટકવાની દહેશત ને પગલે ગુજરાતમાં રાજય સરકાર અને દરિયા કિનારાના વિસ્તારોમાં આવેલ જિલ્લાઓમાં સ્થાનિક તંત્ર એલર્ટ બન્યું છે. જેને લઇને જામનગરમાં મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલ દ્વારા જામનગરના વિવિધ ફાયર સ્ટેશનમાં ફાયરની ટુકડીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.વરસાદ કે ભારે પવનને કારણે તારાજી માં લોકોને રેસ્કયૂ કરવા માટે પણ બોટ સાથે ફાયર વિભાગ તેમજ એનડીઆરએફની ટુકડીઓ જામનગરમાં સ્ટેન્ડબાય છે.(તસવીરોઃ કિંજલ કારસરીયા,જામનગર)

(1:40 pm IST)