Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વાવાઝોડાને પગલે કચ્છના કંડલા અને માંડવી બંદરે ૮ નંબરનું અતિ ભયસૂચક સિગ્નલ- કંડલા પોર્ટ ખાલી કરાવાયું, ૪૦૦૦ જણાનું સ્થળાંતર

(વિનોદ ગાલા દ્વારા)(ભુજ) સૌરાષ્ટ્ર કચ્છ તરફ આગળ વધતું 'તોક્તે' વાવાઝોડું ભયજનક બનતું જાય છે. ત્યારે રદઆગોતરી સલામતીના ભાગ રૂપે દેશના મહા બંદર કંડલા પોર્ટ દ્વારા ૮ નંબરનું અતિ ભય સૂચક સિગ્નલ લગાવાયું છે. ચેરમેન એસ. કે. મહેતાએ ગઈકાલથી જ બંદરની ગતિવિધિઓ ઠપ્પ કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે પોર્ટ પ્રશાસન દ્વારા ૪૦૦૦ લોકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરાયું હોવાનું પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું. આ ઉપરાંત કચ્છના માંડવી બંદરે પણ ૮ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અન્ય સલામત જગ્યાએ ખસેડાયા છે. માંડવી બીચ ઉપર જવા પ્રવાસીઓને મનાઈ ફરમાવાઈ છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

(1:16 pm IST)