Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

પોરંબદરમાં તંત્ર હાઇ એલર્ટ : લશ્કરની ત્રણેય પાંખ સ્ટેન્ડ ટુ

સંભવિત વાવાઝોડા સામે યુધ્ધના ધોરણે પગલા લેવા નેવી, એર અને કોસ્ટ ગાર્ડ જવાનો તૈયાર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૧૭: દરિયાકાંઠા ઉપર પોણા બસો કીમી ઝડપે વાવાઝોડુ ફુંકાવવાની સંભાવના સામે તંત્ર હાઇ એલર્ટ થયું છે. અને લશ્કરની ત્રણેય પાંખો કોસ્ટગાર્ડ, એર અને નેવીને સ્ટેન્ડ ટુ કરેલ છે.

દરિયાકાંઠે સંભવિત વાવાઝોડા સામે તંત્ર હાઇ એલર્ટ થયું છે. અને વિવિધ તકેદારીની કામગીરી યુધ્ધના ધોરણે કરવા લશ્કરની ત્રણેય પાંખના જવાનોની મદદ લેવામાં આવી રહી છે. લશ્કરની  ત્રણેય પાંખ કોસ્ટગાર્ડ, એર, નેવીને સ્ટેન્ડ ટુ રાખી દેવામાં આવી છે. અરબી સમુદ્રમાં આગળ વધી રહેલ વાવાઝોડુ પોરબંદર કાંઠે ત્રાટકે તેવી સંભાવના વધી છે.

(1:06 pm IST)