Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

જુનાગઢનો જગદીશ કોડીયાતર ૭ મહિનાથી નાસતો ફરતો ઝડપાયો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૭ : રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના ઇચા. પોલીસ ઇન્સ. એચ.આઇ.ભાટીના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ. આર.કે. ગોહિલ તથા ડી.જી.બડવા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. દરમ્યાન બ્રાન્ચ જુનાગઢના પો.હેડ. કોન્સ. વિક્રમભાઇ ચાવડા, સાહિલભાઇ સમા તથા કરશનભાઇ કરમટાને ખાનગી રાહે ચોકકસ હકિકત મળે કે. ૭ મહિનાથી નાસતો ફરતો આરોપી જગદીશ ઉર્કે કકન નાથાભાઇ કોડીયાતર રહે લીરબાઇમાં ગાંધીગ્રામ, જુનાગઢવાળાને ઝડપી લીધેલ છે.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ ઇ. ચા.પો.ઇન્સ. એચ.આઇ.ભટ્ટી તથા પો.સ. ઇ. આર.કે. ગોહીલ તથા ડી.જી.બડવા તથા પો. સ.ઇ.ડી.એમ. જલુ તથા પો.હે. કો. વિક્રમભાઇ કાનાભાઇ, શબીરખાન બેલીમ, વાય.એસ.જાડેજા, જીતેષ મારૂ તથા પો.કો.દિપકભાઇ બડવા, સાહિલભાઇ સમા, કરશનભાઇ કરમટા, દિનેશભાઇ કરંગીયા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ નંદાણીય, દિવ્યેશકુમાર ડાભી,જયદીપભાઇ કનેરીયા, ભરતભાઇ સોલંકી તથા ડ્રા.પો.કો. જગદીશભાઇ ભાટુ, મુકેશભાઇ કોડીયાતર વિગરે પો.સ્ટાફએ સાથે રહી કામગીરી કરવામાં આવેલ છે.

(1:04 pm IST)