Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

સવારે માંગરોળ બંદર પર ૧૦ નંબરનું સિગ્નલ લગાવાયુઃ પ્રવાસન મંત્રી મુલાકાતે

પોરબંદરના ર૦ કોવિડ દર્દીઓને જુનાગઢ લવાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૭ : સવારે માંગરોળ બંદર પર ૧૦ નંબરન સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડાની ભીતિને લઇ પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા માંગરોળની મુલાકાતે  દોડી ગયા છે.

તૌકત વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાવવાની શકયતા હોય આજે સવારે માંગરોળ બંદર પર ૧૦ નંબરનું સિગ્નલ લગાવી દઇ સાવચેતીના સિંગ્નલ વગાડવામા આવી હતી.

જો વાવાઝોડુ ટકરાશે તો ૧૦ નંબર પછી છેલ્લે ૧૧ નંબરનું સિગ્નલ લગાવવામાં આવશે.

વાવાઝોડાના સામના માટે તંત્રએ કરેલી તૈયારીઓ પગલા જાત માહિતી મેળવવા માટે પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા સવારે માંગરોળ દોડી ગયા હતા. તેમણે અધિકારીઓ તેમજ આગેવાનો સાથે મીટીંગ કરી સ્થિતિની સમીક્ષા કરી હતી. ઉપરાંત સમુદ્ર વિસ્તારોમાં ગામોની મુલાકાતે લઇ જાત માહિતી મેળવી હતી.

દરમિયાન વાવાઝોડાને લઇ પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર  લેતા ર૦ કોરોના દર્દીઓ આજે સવારે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે.

(1:02 pm IST)