Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

ધોરાજી - ઉપલેટા અને જામકંડોરણા તાલુકાના ૩૫૭ લોકોનું સ્થળાંતર

આખી રાત પવનના સૂસવાટા ચાલુ રહ્યા : રાત આખી લોકો ભયમાં સૂતા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૧૭ : ધોરાજી ઉપલેટા અને જામકંડોરણા તાલુકાના ૩૫૭ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

સંભવિત તૌકત વાવાઝોડાથી અસર પામે તેવા ગામો અને વિસ્તાર પૈકી રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા અને જામકંડોરણા તાલુકાના નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોના ૩૫૭ લોકોનુંઆજ રાત્રે ૧૦ વાગે સ્થળાંતર કરવા માં આવ્યુ છે. જેમાં ૧૩૦  સ્ત્રી, ૧૨૯ પુરૂષ અને ૯૮ બાળકો નો સમાવેશ થતો હોવાનું ડેપ્યુટી કલેકટર મીયાણીની યાદીમાં જણાવાયું છે

વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખી લોકો આખી રાત સુધી ભય સાથે સુતા હતા તેમજ રાત્રીના ૧૧ વખતે પવનના સૂસવાટા શરૂ થતા આજરોજ વહેલી સવાર સુધી ભારે પવન જોવા મળી રહ્યો હતો.

આ સાથે ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરા પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજા નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી તાલુકા વિકાસ અધિકારી જાડેજા વિગેરે અધિકારીઓ ધોરાજીમાં વાવાઝોડા ને અનુલક્ષી રાઉન્ડ ધ કલોક વ્યવસ્થા જાળવી હતી.

(12:17 pm IST)