Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

હળવદ તાલુકાના ૨૯૦ શ્રમિકો અને અગિયારાઓને સલામત સ્થળે ખસેડાયા

(દિપક જાની દ્વારા) હળવદ,તા.૧૭ : અરબી સમુદ્રમાં ઉદ્દભવેલા વાવાઝોડાએ દિશા બદલતા હવે મોરબી જિલ્લાના હળવદ અને વાંકાનેર ઉપર પણ ખતરો સર્જાયો છે અને ત્યારે હળવદ રણ વિસ્તારના ૨૯૦ જેટલા અગરિયા અને શ્રમિકોને તંત્રએ સલામત સ્થળે ખસેડી આશ્રય આપ્યો છે.

તૌકતે વાવાઝોડાએ દિશા બદલી હોવાની હવામાન વિભાગની આગાહીને પગલે મોરબી અધિક જિલ્લા કલેકટર દ્વારા હળવદ અને વાંકાનેર મામલતદાર સહિતના સંબંધિત વિભાગોને અસરકર્તા વિસ્તારમાં લોકોનું રાત્રીના ૧૦ વાગ્યા સુધીમાં સ્થળાંતર કરવા આદેશ આપતા હળવદ તાલુકાના રણકાંઠાના ૪૮ કુટુંબના ૧૯૦ જેટલા અગરિયા અને ટિકર ખાતે ૧૦૦ શ્રમિકો સહિત કુલ ૨૯૦ લોકોનું હાલ તાત્કાલિક ધોરણે સ્થળાંતર કરવામાં આવ્યું છે સાથે જ હળવદ મામલતદાર કચેરી ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.હાલ હળવદ મામલતદાર હર્ષદીપ આચાર્ય અને તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અને અગરિયા પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

(12:17 pm IST)