Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વાંકાનેરમાં ગતરાત્રીના વાવાઝોડાને પગલે ભારે પવન સાથે વરસાદ-વિજ પુરવઠો ચાલુ-બંધ

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧૭: વાંકાનેર પંથકમાં ગઇકાલ સાંજથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને સમગ્ર ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના ખતરારૂપી પવનની ગતી ગઇકાલે રાત્રે મીની વાવાઝોડા જેવા પવન સાથે વાંકાનેરમાં જોવા મળી હતી.

ગતરાત્રીના આઠેક વાગ્યે તેજ પવન સાથે ધુળની ડમરીઓ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો જે એકાદ કલાક ચાલુ રહ્યો હતો.

પવનની રફતાર શરૂ થતાજ વિજ પુરવઠો નિયમ મુજબ બંધ થઇ ગયો હતો જે પવન ગતી ધીમી પડતા પુન શરૂ થયો હતો. વિજળી ૪ થી પ વખત આવન-જાવન થઇ હતી આજે સવારથી પવન ફુંકાય રહ્યો છે અને આકાશમાં વરસાદી માહોલ જામેલો છે.

(11:43 am IST)