Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ : મોરબી અને માળિયા તાલુકામાં આશ્રયસ્થાનો કાર્યરત

મોરબી જીલ્લાનું તંત્ર વાવાઝોડાને પગલે આગોતરા તૈયારીઓ કરી છે અને વાવાઝોડાથી ઓછામાં ઓછું નુકશાન થાય તેવી તમામ તૈયારીઓ કરી છે જેના ભાગરૂપે રવિવારે સ્થળાંતર કરવામાં આવ્યા હતા તે ઉપરાંત મોરબી અને માળિયા તાલુકામાં આશ્રયસ્થાનો કાર્યરત કરવામાં આવ્યા છે
માળિયા તાલુકાના વવાણીયા ગામે સરકારી શાળામાં ૪૦ ની ક્ષમતા, શ્રીમદ રાજચંદ્ર વિદ્યામંદિરમાં ૫૫ ની ક્ષમતા, શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટ ખાતે ૪૨૫ ની ક્ષમતા, વર્ષામેડી પ્રાથમિક શાળામાં ૨૨૦ ની ક્ષમતા, બોડકી પ્રાથમિક શાળામાં ૧૦૦ ની ક્ષમતા, બગસરા પ્રાથમિક શાળામાં ૧૨૦ ની ક્ષમતા તેમજ મોરબી તાલુકાના ઊંટબેટ શામપર ગામે ઢુઈ આંગણવાડીમાં ૭૦, રામપર પાડાબેકર શાળામાં ૨૦૦, આંગણવાડી ખાતે ૨૦૦, ગ્રામ પંચાયત ખાતે ૧૦૦ તેમજ ઝીન્ઝુંડા શાળામાં ૧૦૦, આંગણવાડી ખાતે ૧૦૦, પંચાયત ઘર ખાતે ૧૦૦ જયારે ઊંટબેટ શામપર પ્રાથમિક શાળામાં ૩૦૦, પંચાયત ઘરમાં ૩૫૦, બેલા આમરણ પ્રાથમિક શાળામાં ૨૦૦, ફડસર પ્રાથમિક શાળામાં ૧૫૦ અને રાજપર (કું.) પ્રાથમિક શાળામાં ૨૨૫ ની ક્ષમતાના આશ્રય સ્થાનો કાર્યરત કરવામાં આવ્યા છે

(11:33 am IST)