Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં તૌકતે વાવાઝોડાને ધ્‍યાને લઇ વધુ -૯ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ સજજ કરાઇ

દેવભૂમિ દ્વારકા :   અરબ સાગરમાં લો પ્રેશન સાઇકલોનમાં પરિવર્તન થતા ‘‘તૌકતે’’ વાવાઝોડું આવનાર છે. જેની કચ્‍છ તેમ સૌરાષ્‍ટ્રના દરિયાકિનારાના વિસ્‍તારોમાં અસર થવાની સંભાવના છે. જેને લીધે તમામ દરીયાકાઠે આવતા વિસ્‍તારોમાં ૧૦૮ની ટીમો તૈનાત કરવામાં આવેલ છે. તે પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં વધુ ૯, ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ વાવાઝોડાની અસરને ધ્‍યાને લઇ હંગામી ધોરણે દ્વારકા જિલ્‍લા કલેકટરશ્રી ડો. નરેન્‍દ્રકુમાર મીનાના માર્ગદર્શન તળે મુકવામાં આવી છે. પહેલા ૧૧ એમ્‍બ્‍યુલન્‍સ કાર્યરત હતી અને ૯ મળી કુલ ૨૦ ૧૦૮-એમ્‍બ્‍યુલન્‍સ દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં કાર્યરત થશે. જે સંભવિત અસરગ્રસ્‍ત વિસ્‍તારો ખાસ કરીને દરીયાઇ વિસતારને આવરી લઇ ઇમરજન્‍સી પરિસ્‍થિતિમાં ઝડપથી પહોંચી વળવા મદદરૂપ થશે.

(12:08 am IST)