Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

કચ્છમાં કાંઠાળ વિસ્તારના ૯૨ ગામોના ૧૯ હજાર લોકોને સ્થળાંતરિત કરાયા- તંત્ર દ્વારા વાવાઝોડા પૂર્વે અગમચેતીના પગલા

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : કચ્છ જિલ્લામાં આગામી ૧૭ થી ૨૦મી મે-૨૦૨૧ સુધી સંભવિત તાઉ'તે વાવાઝોડુ ત્રાટકવાની સંભાવનાના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠના તાલુકાના ૯૨ ગામોના લોકોને જે ૦ થી ૫ કિ.મી.ની ત્રિજયામાં આવે છે. તેમને સ્થળાંતરીત કરવાની પ્રકિયા ચાલુ છે.
જિલ્લામાં વિવિધ આશ્રય સ્થાનોમાં કુલે ૧૪૨૭ લોકોના સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. તેમજ બાકીના લોકો પોતાના નિવાસસ્થાન તેમજ સલામત સ્થળે સ્થળાંતરીત થયા છે.
દરિયા કાંઠાના ગામોના આશ્રયસ્થાનો અને સલામત સ્થળે ૬૩૪૫ સ્ત્રીઓ, ૧૦૭૩૩ પુરૂષો અને ૧૯૧૯ બાળકો થઇ કુલે ૧૮૯૯૭ લોકોને અગમચેતીના ભાગરૂપે કોરોના કોવીડ-૧૯ની ગાઈડલાઇન પ્રમાણે સ્થળાંતરીત કરાયા છે તેવું ડીઝાસ્ટર મામલતદારશ્રી રાહુલ ખાંભરા દ્વારા જણાવાયું છે.

(9:56 pm IST)