Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

આદિપુરની સરકારી હોસ્પિટલમાં વાત્સલ્ય યોજનાના કાર્ડ પેટે ઉઘરાણા :કરાર આધારિત બે કર્મીઓ રંગેહાથ ઝડપાયા

બેઉ જણે અઢીસો રૂપિયાની લાંચની માંગણી કરી તે સ્વિકારતાં ઝડપાઈ ગયાં

કચ્છનાં ગાંધીધામના આદિપૂરમાં આવેલી રામબાગ સરકારી હોસ્પિટલમાંમા કાર્ડ બનાવવા પેટે 250 રૂપિયાના ઉઘરાણાં કરતાં બે કર્મચારી એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઇ ગયા છે.

 ગુજરાત સરકારનીમા વાત્સલ્ય યોજનાના કાર્ડ બનાવી આપવાની અવેજીમાં અઢીસો રૂપિયાના ઉઘરાણાં કરતાં આદિપુરની રામબાગ હોસ્પિટલના બે કર્મચારીને એસીબીએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપી પાડ્યાં છે. રામબાગ હોસ્પિટલમાં વાત્સલ્ય કાર્ડની નોંધણીના કેન્દ્રમાં ફરજ બજાવતા નીરજ ભગવાનદાસ કામાણી અને મનોજ સુરેશભાઈ મિશ્રા નામના બે કરાર આધારીત કર્મચારીને એસીબીએ રંગેહાથ ઝડપ્યાં છે.

  આ બને જણાં નિઃશુલ્ક ઈસ્યૂ થતા ‘મા કાર્ડ’ બનાવવા પેટે અરજદારો પાસે ગેરકાયદેસર રીતે અઢીસો રૂપિયાના ઉઘરાણાં કરતાં હોવાની એસીબીને બાતમી મળી હતી. જેનાં પગલે પૂર્વ કચ્છ એસીબી પીઆઈ એ.એ.પંડ્યાએ છટકાનું આયોજન કર્યું હતું. એસીબીએ એક જાગૃત નાગરિકને મા કાર્ડ બનાવવા માટે મોકલ્યો હતો. એસીબીએ મોકલેલાં માણસ પાસે બેઉ જણે અઢીસો રૂપિયાની લાંચની માંગણી કરી તે સ્વિકારતાં ઝડપાઈ ગયાં હતા. એસીબીના બોર્ડર રેન્જના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપરવિઝન હેઠળ આ સફળ છટકું ગોઠવવામાં આવ્યું હતું. એસીબીએ બેઉને રંગેહાથ ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(11:50 pm IST)
  • જામનગરમાં ભાનુશાલી દિપક જોઈશરની અંગત અદાવતમાં હત્યા થયાનું પ્રાથમિક તારણ :હત્યામાં સંડોવાયેલ શખ્શ પણ ભાનુશાલી હોવાની આશંકા ;અંગત અદાવતમાં છરીના ઘા ઝીક્યાં : હુમલાખોર હત્યાનો આરોપી ટૂંકસમયમાં પોલીસના સંકજામાં આવે તેવી શકયતા : access_time 11:35 pm IST

  • શારદા ચીટ ફંડ : સુપ્રિમ કોર્ટમાંથી કલકત્તાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારને રાહત નહિં : ધરપકડ પર લાગેલો સ્ટે હટાવાયો access_time 11:31 am IST

  • દિલ્હીમાં ફેરમતદાનનો આદેશ :ઓફિસરોની ભૂલને કારણે ચૂંટણી પંચનો નિર્ણંય :ચૂંટણીપંચે દિલ્હીના ચાંદની ચોકના એક બૂથમાં રી-પોલિંગ કરાવવા આદેશ કર્યો access_time 1:16 am IST