Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

અદભુત :જામનગરની જી. જી. હોસ્પિટલમાં બેમુખવાળા બાળકનો જન્મ :કુતુહલ સર્જાયું

બાળક સ્વસ્થ : બે પગ અને બે હાથ નોર્મલ:બે મુખ અલગ અલગ:બંને મુખથી દૂધ પણ પીવે છે.

જામનગર: જામનગરમાં અદભુત ઘટના બની છે શહેરની જી. જી. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં બેમુખવાળા બાળકનો જન્મ થતા ભારે કુતૂહલ સર્જાયું છે.  આ બાળકના બંને મસ્તક મુક્ત રડવાનો અવાજ પણ કરી શકે છે.

 . જામનગરની જી. જી. હોસ્પિટલમાં જન્મેલું બાળક હાલ સ્વસ્થ છે. બાળકને બે પગ અને બે હાથ નોર્મલ છે, જ્યારે બે મુખ અલગ અલગ છે. તેમજ બંને મુખથી બાળક દૂધ પણ પીવે છે.જેથી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં બેમુખવાળા બાળકનો જન્મ થતા ડોક્ટરો પણ કુતૂહલમાં મુકાયા હતા અને ડોક્ટરે તાત્કાલિક આ બાળકને સારવાર આપી છે. જો કે, હોસ્પિટલ સત્તાધીશો અને બાળકના માતા-પિતા બાળક વિશે કાંઈ બોલવા પણ તૈયાર નથી

(9:10 pm IST)