Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

રાજુલામાં ગાજવીજ સાથે વરસાદઃ બરફના કરા પડયા

રાજુલા, તા., ૧૭: અમરેલી જીલ્લાના રાજુલા અને ગ્રામ્ય વિસ્તારમાં આજે બપોરે ૩ વાગ્યા આસપાસ ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

વરસાદ સાથે બરફના કરા પણ પડતા લોકો વરસાદના ન્હાવા નીકળી પડયા હતા.

છેલ્લા થોડા દિવસોથી અસહ્ય ઉકળાટ સાથે ગરમી બાદ આજે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વાદળછાંયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. આ વરસાદ રાજુલા ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંપણ હોવાનું જાણવા મળ્યું છે.

(3:59 pm IST)