Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

કુવાડવામાં હવામાન ખાતાનું રેઇનગેઇજ મીટર...

તાજેતરમાં મળેલી પ્રિ-મોન્સુન મીટીંગમાં લેવાયેલ નિર્ણયઃ પૂર-પાણી અંગે સર્વે શરૂ

રાજકોટ તા. ૧૭ : તાજેતરમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સુન મીટીંગ મળી હતી, તેમાં તાલુકા વાઇઝ વરસાદ માપક યંત્રો મુખ્ય-ગામોમાં મુકવા નિર્ણય લેવાયો હતો, રાજકોટ તાલુકામાં કુવાડવા ખાતે આવેલ  પ્રાયમરી હેલ્થ સેન્ટરમાં હવામાન ખાતાનું રેઇન ગેઇજ મીટર મુકવા નિર્ણય લેવાયો છ, પરિણામે વરસાદની સીઝનમાં સવારે ૮-૩૦, ૧૧-૩૦, ર-૩૦, પ-૦૦ વાગ્યે આંકડા મળી શકાશે.

આ અંગે યંત્ર ગોઠવવા અંગે કાર્યવાહી ચાલુ કરાઇ છે, અને મીમી દર્શાવતું માપીયું મુકાશે.

દરમિયાન દરેક તાલુકામાં નિચાણવાળા વિસ્તાર-ગામોમાંપુરના પાણી-ભારેવરસાદ અંગે સર્જાતી હાલાકી-તારાજી અંગે નિરિક્ષણ માટે સર્વે ટીમો મોકલવા નિર્ણય લેવાયો છે, આ માટે લાયઝન ઓફીસ પણ નિમાયા છે, અનેદરેક પાસેથી ૧ જુન સુધીમાં કલેકટર તંત્રે રીપોર્ટ મંગાવ્યો છ.ે

(3:39 pm IST)