Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

વેરાવળમાં ૬ મહિના પહેલા લગ્ન કરનાર કોળી યુવાનનો આપઘાત

વેરાવળ, તા.૧૭: વેરાવળ કોળી વાડામાં રહેતો યુવાન ગળાફાસો ખાઈ આપઘાત  કરેલ છે

 વેરાવળ નાના કોળી વાડામાં રહેતા અને ૬ માસ પહેલા લગ્ન થયેલ હોય રવિ ચીમનભાઈ વાયલુ ઉ.રપ અગમ્યકારણોસર ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ પામેલ હતો આ બનાવથી કોળી વાડામાં અરેરાટી વ્યાપેલ છે.

 વિદેશી દારૂ ઝડપાયો

વેરાવળ નગરપાલિકા કોમ્યુનીટી હોલ પાસેથી વિદેશીદારૂ સાથે એકની ધરપકડ કરેલ છે.

 વેરાવળ ગીતા નગરમાં રહેતા દીપક ગણેશ ગોહેલ ઉ.૩૦ નગરપાલિકા કોમ્યુનીટી હોલ પાસેથી જતો હોય તેને પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન ઝડપી તેની પાસેથી વિદેશીદારૂ બોટલ નંગ ૧૧ રૂ.૩૩૦૦નો મુદામાલ કબજે કરેલ હતો.

(3:29 pm IST)