Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

રાવલમાં ટ્રેકટર આડે ખુંટીયો ઉતરતા પિતાએ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતે પુત્રનું મોત

ખંભાળીયા તા ૧૭ :  કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે હનુમાનધારા પાસે રહેતા કારૂભાઇ મુરૂભાઇ સોલંકી, પુત્ર સંજય (ઉ.વ.૧૪) ને ટ્રેકટરમાં બેસાડી ગત તા. ૧૬ ના રોજ વાડીએ જતાં હોય તે સમયે ટ્રેકટર આડે ઓચિંતો ખુંટીયો ઉતરતા કારૂભાઇએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રેકટર પુલીયા નજીક પલ્ટી મારી જતાં પુત્ર  સંજય ટ્રેકટરના પંખા તથા શિટનીચે દબાઇ જતા સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો, જયાં તેમનું મોત નિપજયું હતું.

(3:29 pm IST)