Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ધ્રાંગધ્રાના દુદાપુર નજીક ટેમ્પોએ અડફેટે લેતા બાઈકચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના દુદાપુર નજીક  અકસ્માતની ઘટના સામે આવી છે જ્યાં એક બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે.

    આ અંગે મળતી વિગત મુજબ ધ્રાંગધ્રાના દુદાપુર પાસે એક અકસ્માત સર્જાયો હતો. ભરાળા ગામ તરફથી આવી રહેલા ટેમ્પાચાલકે બાઈકચાલકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે દોડી આવી અને મૃતકની લાશને પીએમ માટે ધ્રાંગધ્રાની હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરી હતી.

(2:21 pm IST)