Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

'ગળુ'ચીરી નાખવા પાછળનું આરોપીનું કારણ પોલીસને 'ગળે' ઉતરતું નથી

લોહીવાળા કપડાનો નિકાલ કરવા જે રિક્ષામાં ગયેલ તે રિક્ષાવાળાની માહીતીના આધાર ેપોલીસે તુર્તજ આરોપીઓની ઓખળ કરેલી. અકિલાના અહેવાલને સમર્થન : ડીઆઇજી સંદીપકુમાર-એસપી મહેન્દ્ર બગડીયા, ડીવાયએસપી ડી.વી.બસીયાના સુપરવીઝનમાં સુરેન્દ્રનગર એસઓજી આ રીતે નિવૃત ડે.ડાયરેકટરના હત્યાના આરોપી સુધી પહોંચીઃ રસપ્રદ કથા

રાજકોટ, તા., ૧૭: સુરેન્દ્રનગર પંથકના સાયલા હાઇવે પર ગાંધીનગરના એક સમયના કૃષિ વિભાગના ઉચ્ચ કક્ષાના નિવૃતી ડેપ્યુટી ડાયરેકટર ગુણવંતરાય ભટ્ટની હત્યાનો ભેદ પરથી પોલીસે પડદો ઉંચકી નાખ્યો છે અને ટુંક સમયમાં પુરાવાની મજબુત સાંકળ ગુંથી તેની સતાવાર જાહેરાત કરવામાં આવશે તેવા અકિલાના અહેવાલને સમર્થન મળ્યું છે. અને ભાર્ગવ જાની નામના યુવાનને હત્યાના આરોપસર લીંબડી ડીવાયએસપીના માર્ગદર્શનહેઠળ એસઓજી ટીમના એક એએસઆઇની બાતમીના આધારે ઝડપી લીધા બાદ તેને રિમાન્ડ લેવાની કાર્યવાહી શરૂ થઇ છે.

રાજકોટ રેન્જ વડા સંદીપસિંહ અને સુરેન્દ્રનગરના એસપી મહેન્દ્ર બગડા તથા લીંબડી ડીવાયએસપી ડી.વી.બસીયાએ આ ઘટનાને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી વિવિધ ટીમો રચી હતી.  હત્યારો સ્થાનીક જ હોવાની શરૂઆતથી શંકા હોવાથી એ રીતે જ ઝાળ ગુંથવામાં આવી હતી.

હત્યાના આરોપી ભાર્ગવ જાનીએ કે જેણે પોલીસે પાસે પોતાનો ફોટોગ્રાફ આવી ગયાની જાણ થયા બાદ મુંછ કઢાવી માથે મુંડન કરાવેલ. તેવા યુવાન દ્વારા હત્યાના કારણમાં એવું જે જણાવ્યું છે કે વાતચીત દરમિયાન જેની હત્યા થઇ તેવા ૮૪ વર્ષના કૃષિ વિભાગના નિવૃત ડેપ્યુટી ડાયરેકટર સાથે લીફટ આપવાનું નક્કી થયા બાદ પોતાની કાર ડ્રાઇવ કરતા  આવડે છે તેવું નક્કી થતા કાર ચલાવવા આપેલ.

હત્યાના આરોપી એવું જણાવેલ કે,  સ્વ. ુગુણવંતરાય ભટ્ટે તે યુવાન બ્રાહ્મણ હોવાનું જાણી તે જનોઇ પહેરે છે કે કેમ? તેવું પુછતા આરોપીએ પોતે દારૂનુ સેવન કરતો હોય  જનોઇ ન પહેર્યાનું જણાવેલ. આરોપી પાન-મસાલા અને બીડીઓ પીવે છે. તે જાણી સ્વ. ગુણવંતભાઇએ સમાજ માટે તું કલંક હોવાનું કહેતા પોતે છરીથી ગળુ ચીરી નાખ્યાનું જે કારણ જણાવેલ છે તે કારણ પોલીસને ગળે ઉતરતું નથી. રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી વાતો પ્રકાશમાં આવશે.

આરોપીએ હત્યા કર્યા બાદ લાશના નિકાલ માટે આમથી તેમ કાર દોડાવેલી. ત્યાર બાદ યોગ્ય જગ્યા ન મળી ત્યાં સુધી દોડધામ કરી યોગ્ય જગ્યા શોધી લાશનો નિકાલ કરેલ. આ દરમિયાન આરોપીના કપડા લોહીવાળા થઇ જતા આરોપીએ તેના કપડા પર લોહીના ડાઘા ન દેખાય તે માટે આડી શાલ રાખી દીધેલ.

આરોપીએ ત્યાર બાદ રેડીમેઇડ કપડાની દુકાનમાં જઇ એક જોડી કપડા ખરીદી  ટ્રાયલ રૂમમાં જઇ નવા કપડા પહેરેલ અને લોહીવાળા કપડા સાથેની થેલીમાં નાખી દીધેલ. કારને ચોક્કસ જગ્યાએ પ્રથમથી જ મુકી દીધી હોવાથી તે રીક્ષામાં સાયલા-રાજકોટ હાઇવે પર રીક્ષા ઉભી રખાવી લોહીવાળા કપડાની થેલી ફેંકી દીધેલ. રીક્ષાવાળા ભાઇ આ દ્રશ્ય જોઇ જતા અને બીજે દિવસે સ્વ.ગુણુભાઇની હત્યાના સમાચાર અને આરોપીનું વર્ણન વાંચી પોલીસને જાણ કરાતા જ ડીવાયએસપી ડી.બી.બસીયાટીમ રેડીમેઇડ દુકાનથી લઇ આરોપી જે તરફ ગયો તેના સીસીટીવી ફુટેજ મેળવી આરોપીને ઓળખી કાઢયો હતો.

(1:15 pm IST)