Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

પાઇપ લાઇનમાં ભંગાણ : વઢવાણમાં પાણી વિતરણ બંધથી પરેશાની

વઢવાણ, તા. ૧૭:  ધોળીધજા ડેમમાંથી વઢવાણ-સુરેન્દ્રનગર ૩પઃ૬પ ના રેશીયા મુજબ પાણી આપવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર ખેરાળી ચોકડી પાસે પાઇપલાઇનમાં બુધવારે ભંગાણ સજર્યુ છે.

સમગ્ર સૌરાષ્ટ્રને પાણી પુરૂ પાડતો ધોળીધજા ડેમ છલોછલ ભરાયો છે. પરંતુ સુરેન્દ્રનગર-વઢવાણને કૂવા કાંઠે તરસ્યાનો ઘાટ સર્જાયો છે.

ધોળીધજા ડેમમાંથી વઢવાણ-સુરેન્દ્રનગર ૩પઃ૬પ ના રેશીયા મુજબ પાણી આપવામાં આવે છે. ઉનાળામાં પ્રારંભે જ સપ્તાહમાં બે વાર પાણી મળે તેવો ઘાટ સર્જાયો છે. આ રેશીયા મુજબ વઢવાણને લાંબા સમયથી પાણી આપવામાં અન્યાય કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર ખેરાળી ચોકડી પાસે પાઇપલાઇનમાં ભંગાણ સર્જ્યુ છે. આથી વઢવાણ શહેરમાં પાણી વિતરણ બંધ થતાં દોઢ લાખ શહેરીજનો તરસ્યા રહેવાનો ઘાટ સર્જાયો છે.

બીજી તરફ વઢવાણ નગરપાલિકાના વોટર વર્કસ વિભાગના કર્મચારીઓએ રાત દિવસ ઉજાગરા કરીને પાઇપલાઇન રીપેરીંગ કામ હાથ ધર્યુ છે. આ અંગેસતીષભાઇ ગમારા, દિલીપભાઇ વિગેરે જણાવ્યું કે, વઢવાણ નગરપાલિકા દ્વારા આયોજન વગર વારંવાર રીપેરીંગ હાથ ધરાતા લોકોને પાણીની સમસ્યા ઉભી થઇ છે.

ધોળીધજા ડેમમાં પાણી હોવા છતાં નગરપાલિકા વિતરણ વ્યવસ્થા ન કરી શકતા લોકોને પાણી માટે રઝળપાટ કરવો પડે છે. આથી પાલિકાના શાસકોએ આયોજન કરી લોકોને દરરોજ પાણી મળે તેવી વિતરણ વ્યવસ્થા ગોઠવી જોઇએ.

(1:15 pm IST)
  • રાજકોટ, અમરેલી, પાટણ સહિત ૨૦થી વધુ કોંગ્રેસના કાર્યકરો સસ્પેન્ડ : ગઇકાલે અમિત ચાવડાએ ડભોઇના ૭ પ્રતિનિધિઓને સસ્પેન્ડ કર્યા હતાઃપક્ષ વિરોધી કામ કરનાર સામે કોંગ્રેસ લેશે પગલાઃ લોકસભાના ઉમેદવારોની ફરીયાદને પણ ધ્યાને લેવાઇઃ પરીણામ બાદ પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર થશે સસ્પેન્ડ access_time 3:48 pm IST

  • હવે વેકેશનમાં શિક્ષકોએ શાળામાં હાજર રહેવું પડશે: અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો પરિપત્ર :મુખ્ય શિક્ષક અથવા શિક્ષકને રહેવું પડશે હજારે :વિદ્યાર્થીઓના પ્રવેશ અને વિદ્યાર્થીની સંખ્યા વધારવા માટે સમિતિ દ્વારા લેવાયો નિર્ણંય : શિક્ષકોનું વેકેશન બગડે તેવા એંધાણ ;શિક્ષકોમાં ભારે કચવાટ ફેલાય તેવી શકયતા access_time 11:10 pm IST

  • શ્રીનગર-અવંતીપોર એરબેઝ પર હાઇ એલર્ટઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની આશંકાના પગલે શ્રીનગર અને અવંતીપોર એરબેઝ પર એલર્ટ જાહેરઃ એરબેઝને નિશાન બનાવી શકે છે આતંકીઓ access_time 1:33 pm IST