Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

બામણબોર પાસે ૮૦ બોટલ ઈંગ્લિશ દારૂ, સેન્ટ્રો કાર સહિત રાજકોટનો આરોપી ઝડપાયો

વઢવાણ, તા.૧૭: બામણબોર વિસ્તારમાં દારૂની બંદી સદંતર નાબૂદ થાયતે માટે લીંબડી ડિવીઝન અને બામણબોર પી,એસ,આઈ સી.પી.રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના મનસુખભાઈ, માલાભાઈ, દિનેશભાઈ ગઢવી, કેશુભાઈ,પેટ્રોલીંગ દરમ્યાન દિનેશભાઈ ગઢવીને મળેલી બાતમીના આધારે લોમાકોટડી ગામ પાસે ઇંગ્લિશ દારૂની હેરફેર કરતી રાજકોટ તરફ જતી સેન્ટ્રો કાર નં.જીજે૩સી.એ. ૨૧૫૦માંથી ભારતીય બનાવટની ૮૦, નંગ ઇંગ્લિશ દારૂની બોટલ કિંમત રૂ.૩૨૦૦૦/ અને સેન્ટરો કાર કિ,રૂ,૫૦,૦૦૦,કુલ મળી ને રૂપિયા ૮૨,૦૦૦ હજાર ના મુદામાલ સહિત એક રાજકોટનો શખ્સ ઝડપાયો અને એક આરોપી ફરાર થઇ જતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

દારૂની હેરાફેરી કરતાં આરોપીઓ નં.(૧) ગૌતમભાઇ ઉર્ફે કાળો હિરાભાઇ સારેસા રહે.રોહીદાસપરા, શેરી નં.૧૧-૧૨ સામે, 'શ્રી તેજાબાપુની ભકિત' રણછોડદાસબાપુના આશ્રમ પાસે, જી.રાજકોટ વાળો પકડાઇ જઇ તથા આરોપી નં.૨ ભાવેશ દેહા ડાભી રહે.ગુંદા તા.ચોટીલા હાલ રહે.રાજકોટવાળો નાશી જતા પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો રજી.કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.(૨૩.૮)

(1:13 pm IST)
  • આતંકવાદીઓ પાસેથી શ્રીનગર અને અવંતિપુરા એરબેઝનો નકશો મળ્યો :હાઇએલર્ટ :જમ્મુ કાશ્મીરના શ્રીનનગર અને અવંતિપુરા ઍરબેઝનો નકશો આતંકીઓ પાસેથી મળતા હાઇએલર્ટ કરાયું ; સુરક્ષાદળો સતર્કઃ ;સઘન પેટ્રોલિંગ access_time 1:02 am IST

  • અમરેલી પંથકના વાતાવરણમાં પલ્ટો ગાજવીજઃ ઝરમર વરસાદ શરૂ... : અમરેલી જીલ્લાના વાતવરણમાં અચાનક પલટોઃ ગાજવીજ સાથે ઝરમર વરસાદ શરૃઃ ખાંભા પંથકમાં કાળા ડિભાંગ વાદળો છવાયાઃ સાબરકાંઠા અને હિંમતનગરમાં પણ વાતાવરણ પલ્ટો access_time 3:54 pm IST

  • રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીમાંથી રાહત : ૩૭ ડિગ્રી : ૩૨ કિ.મી.ની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે : ગરમી ઘટવાથી લોકોમાં રાહત access_time 3:46 pm IST